ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ
ઝોન માટે પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલમાં આયોજિત 11માં તબક્કાનો પ્રથમ સેવા સેતુમાં 540 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો
હતો. આ સેવા સેતુ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા લોકોની સાથો સાથ અધિકારીઓનું પણ બ્લડપ્રેશર
ચેક કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાના
પૂર્વ ઝોનમાં આવતા ગાંધીધામ શહેર તેમજ ગળપાદર, પડાણા, ચુડવા, મીઠીરોહર,
ખારીરોહર, કિડાણા અને ભારાપર લોકોના સરકારી યોજનાઓનો
લાભ તથા સહાયતા ના પ્રશ્નો નો એક જ જગ્યાએ નિકાલ થાય તેવા હેતુસર સેવા સેતુનું આયોજન
કરવામાં આવ્યું હતું. અલગ અલગ વિભાગ નાગરિકોએ 540 અરજીઓ કરી હતી જેનો સ્થળ પર
જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ વેળાએ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ,
પૂર્વ કારોબારી ચેરમેન અજય કુમાર સિંહ, ભારત મીરાણી
, નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, નાયબ મ્યુનિસિપલ
કમિશનર સંજય રામાનુજ, આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરીયા,ગાંધીધામ મામલતદાર
જે.એસ સિંધી, શ્રવણ ગર્ગ, કમલ શર્મા તેમજ
અન્ય અગ્રણીઓ અને અલગ અલગ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોના
પ્રશ્નોનો નિકાલ કરાયો હતો