મુંબઈ, તા. 5 : ટી-20 વિશ્વકપની ઈંગ્લેન્ડ સામેની
સેમિફાઈનલ મેચમાં અક્ષર પટેલનું પ્રભાવશાળી ફિલ્ડિંગ પ્રદર્શન નિહાળી ક્રિકેટરસિયાઓએ
તેની સરખામણી 1983ના ઓડીઆઈ વર્લ્ડકપના કપિલ દેવ
સાથે કરી હતી. ભારતે પહેલાં બેટિંગ કરીને 253 રન બનાવ્યા હતા અને જ્યારે ઈંગ્લેન્ડની ટીમ મેદાને ઊતરી હતી, ત્યારે અક્ષરે પોતાની ફિલ્ડિંગ કુશળતાનો ઉપયોગ
કરીને 25 મીટર પાછળ દોડીને ઈનફોર્મ હેરી
બ્રુકનો કેચ પકડયો હતો. ઈંગ્લેન્ડની સૌથી મહત્ત્વપૂર્ણ જોડી હેરી બ્રુક અને જોસ બટલર
ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા, પરંતુ
સૂર્યકુમાર યાદવે બોલ તેમના સૌથી મોટા એક્સ ફેક્ટર, જસપ્રીત બુમરાહને
સોંપતાની સાથે જ તેણે પહેલો દડો ફેંકતાં જ બ્રુકે ઊંચો શોટ માર્યો હતો અને પોઈન્ટ પાછળ
ઊભેલા અક્ષરે 25 મીટર દોડીને
બોલ કેચ પકડયો હતો અને ફોર્મમાં રહેલો બ્રુક છ બોલમાં સાત રન બનાવી પરત ફર્યો હતો.