ભુજ, તા. 5 : એલએનએમ લાયન્સ હોસ્પિટલ ખાતે
લાયન્સ ક્લબ ઓફ માધાપરનાં નેતૃત્વ હેઠળ સ્વ. મનજી લધા ભુડિયા, સ્વ. રામબાઈ મનજી ભુડિયા અને સ્વ. હીરજી મનજી
ભુડિયાના આત્મશ્રેયાર્થે વેલુબેન હીરજી ભુડિયા પરિવાર (માધાપર-યુકે)તરફથી ડાયાલિસીસ
મશીન માટે દાન રૂા. 7,50,000 પ્રાપ્ત
થયું તે અંતર્ગત યોજાયેલા લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં દાતા પરિવાર તરફથી આગામી સમયમાં
આંખના દર્દીઓ માટે ફ્રી મેગા ઓપરેશન કેમ્પ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમના
પ્રારંભે દાતા પરિવારના વેલુબેન હીરજી ભુડિયા અને શાંતિભાઈ સિયાણીનું સન્માનપત્ર અને
સ્મૃતિચિહ્ન આપી તેમજ અન્ય સભ્યોનું પણ સન્માન કરાયું હતું. રતનબેન શાંતિભાઈ સિયાણી, માનુબેન મૂરજી હીરાણી, પ્રકાશ મૂરજી હીરાણી, વાલુબેન માવજી રૂડા, જસુબેન હરીશ વરસાણી, રાધાબેન દબાસિયા, દેવજીભાઈ ગાંગજી દબાસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ
ઓફ ભુજના પ્રમુખ ચંદ્રકાન્ત સોનીએ કર્યું હતું. એમજેએફ ડો. ભરત મહેતાએ હોસ્પિટલમાં
ચાલતી ફ્રી કિડની ડાયાલિસીસ, આંખના મોતિયાનાં ઓપરેશન,
ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી ડિપાર્ટમેન્ટ,
જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલનસ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા અને ફ્રી કિડની
ડાયાલિસીસ કરાવતા દર્દીઓના પરિવાર વતી દાતાનો આભાર માન્યો હતો. વધુમાં જણાવ્યું હતું
કે, છેલ્લા 20 વર્ષથી લાયન્સ હોસ્પિટલ કિડનીના દર્દીઓને ફ્રી ડાયાલિસીસની સેવા
આપી રહી છે. અત્યાર સુધી 2,21,000થી
વધુ ફ્રી ડાયાલિસીસ અહીં પૂર્ણ કરાયા છે. કચ્છના અલગ - અલગ ગામોમાંથી દર્દી નિયમિત
ડાયાલિસીસ કરાવવા આવતા હોવાનું ઉમેર્યું હતું. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે એમજેએફ
મીના મહેતા રહ્યા હતા તેમજ મનસુખ શાહ, શૈલેશ માણેક, અનુપ કોટક, વાડીલાલ
ઠાકરાણી, નવીન મહેતા, કમલબેન જોશી,
રોહિત જોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન લાયન અભય શાહે તથા આભારવિધિ
સંદીપ ખીરાએ કર્યા હતા.