ભુજ, તા. 5 : કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી
મંડળ દ્વારા રમતોત્સવ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં 12 ટીમે ભાગ લીધો છે. બુધવારે
શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ડે-નાઇટ ટૂર્નામેન્ટનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર
આનંદ પટેલે નિવાસી અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ, પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ અન્ય અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી
થયું હતું. મહેસૂલી અધિકારીઓ - કર્મચારીઓને સાંકળતી આ ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ અને
ફાઈનલ મેચ તા. 8ના શનિવારે
રમાશે.