• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક વિનોદ મગનલાલ શાહ (ઉ.વ. 69) તે કંચનબેન મગનલાલ રામજી શાહના પુત્ર, સ્વ. જયસુખલાલ, હીરાલાલ, ચંદ્રિકાબેન બચુભાઇ મહેતા, રમીલાબેન વરુણભાઇ મહેતા, જવાહર, બિહારીના નાના ભાઇ તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ઝૂલેખાબેન ઉમર તારવાણી (ઉ.વ. 95) તે અબ્દુલ ગફુરભાઈ (માતૃછાયા), અભુભાઈ, અહેમદભાઈ, પપ્પુભાઈ તારવાણી (ડી.ઈ.ઓ. ઓફિસ)ના માતા, આબીદ, તારીક (ડી.જે. ઢોલ), એઝાઝભાઈ તારવાણી (બેંક ઓફ ઇન્ડિયા), ફહદના દાદી તા. 23-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 સિદી જમાતખાના, સેજવાલા માતામ, ભુજ ખાતે.

અંજાર : સુમરા ઇસ્માઇલ આમદ (ઉ.વ. 81) તે સુમરા હમીદ, સુલતાન, અનવરના પિતા, મુગલ અકબર સિધિક (ખાખર)ના સસરા, મ. મથુડાડા (અંજાર), સુમરા સલેમાન (નખત્રાણા)ના મોટાબાપા ભાઇ, સુમરા કાસમ અલારખ્યાના સાળા, ઇસ્માઇલ મામદ, જાકુબ હારુન કાતિયાર (મીઠીરોહર)ના બનેવી તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-8-2026ના સવારે 10થી 11 સુમરા મસ્જિદ, લશ્કરી માતામ ખાતે અને બહેનો માટે નિવાસસ્થાન ટીંબી કોઠા ખાતે.

અંજાર : સોતા આધમ ધાલા (ઉ.વ 70) તે કાસમ, ફિરોજ, ઈમ્તિયાઝ સોતાના પિતા, કલ2 દાઉદ ઓસમાણના બનેવી, સમેજા સુલેમાનના સસરા, સોતા જાવેદ, સોતા ઈબ્રાહિમના કાકા, સઠિયા કાદરના મામા તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 હેમલાઈ ફળિયા, મદરેસાની અંદર, અંજાર ખાતે.

આદિપુર : ડો. કામાક્ષી જોનવાલ (ઉ.વ. 36) તે ડો. સી. સી. જોનવાલ તથા ઝાવીન્ડા જોનવાલના પુત્રી, અરવિંદકુમાર (વડોદરા)ના પત્ની, ડો. તાનિયા જોનવાલના બહેન, ડો. વિક્રમસિંહના સાળી તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ઓમ મંદિર, સેંટ ઝેવિયર્સ સ્કૂલ સામે, વોર્ડ 3-બી, આદિપુર ખાતે.

ગાંધીધામ : રૂપાલીબેન માકાણી (રાજગોર) (ઉ.વ. 46) તે બિપિનભાઈ નારાણજી રાજગોરના પત્ની, હેરી તથા ક્રિશના માતા, સ્વ. સુશીલાબેન નારાણજી (ખેતરપાળ દાદા કેટરર્સ)ના પુત્રવધૂ, અમરદીપના ભાભી, હંસાબેન ગટુભાઈ પટેલ (વલસાડ)ના પુત્રી, પ્રીતિબેન દીપક પટેલ, ગુરુદત્ત, ડિમ્પલ, બાલુભાઈના બહેન, હિનાબેન ગુરુદત્તના નણંદ, દિવ્યાંશી, વીર, વિધુના કાકી, ગં.સ્વ. હેમલતાબેન લાલજી માકાણીના નાના ભાઈના પુત્રવધૂ, દિનેશ, રાજેશ, પરેશ, ક્રિશ્નાના નાના ભાઈના પત્ની તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 26-8-2026ના બુધવારે સાંજે 5થી 6 પરશુરામ ધામ સોસાયટી મંદિર ખાતે.

નખત્રાણા : કોલી નયન (ઉ.વ. 8) તે કોલી સુમાર તથા લીલાબેનના પુત્ર, આધમ મીઠુ તથા સારાબાઇના પૌત્ર, જુમાભાઇ, કાનજી, રમેશ, પરેશના ભત્રીજા, મીત, રીટાના ભાઇ, ભાવેશ, વિશાલ, હિતેષ, નીલના કાકાઇ ભાઇ, સ્વ. સિધિક થારૂ (કેરવાંઢ)ના દોહિત્ર તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-8-2026ના રવિવાર સુધી શાંતિનગર, નખત્રાણા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : નોડે ઓસમાણ આધમ (ઉ.વ. 74) તે હાજી હાસમ, ભચાયા, મિશરીના મોટા ભાઈ, જુસબ, નવાજ, ઈમરાનના પિતા તા. 24-8-2026ના અવાસાન પામ્યા છે. તાજિયત તા. 25, 26, 27ના ટાકા વાઢ, મિરજાપર ખાતે.

નથ્થરકુઈ (તા. ભુજ) : જીવીબેન અનિલભાઈ આહીર (ઉ.વ. 30) તે કાયાભાઈ મમુભાઈ આહીર (વંગ)ના પુત્રી, અનિલભાઈ મમુભાઈ આહીરના પત્ની, મમુભાઈ અજાભાઈ આહીરના પુત્રવધૂ તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નથ્થરકુઈ ખાતે.

માંડવી/પૂના : મૂળ કચ્છ-માંડવીના કચ્છી ભાટિયા ઇન્દ્રજિત દ્વારકાદાસ ટોપરાણી (ઉ.વ. 74) તે સ્વ. શાંતિબાઈ દ્વારકાદાસ ટોપરાણીના પુત્ર, ભાનુબેનના પતિ, બિજલ, વિપુલના પિતા, કોકિલા, જયબાળા અને લહેરીના ભાઈ, સ્વ. ગુણવંતીબેન ખટાઉ ઘીવાળાના જમાઈ, રિયાના નાના, શેન્કી  (શિવશંકર)ના સસરા તા. 25-8-2026ના પૂના મધ્યે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભોજાય (તા. માંડવી) : સંગાર કેસરબાઇ પુંજાભાઇ લધાભાઇ સરવૈયા તે ભચુભાઇ, સામતભાઇ, જખુભાઇ, ગંગાબેનના ભાભી, રતન, રમેશ, સવજી, કમાબેન, લક્ષ્મીબેનના માતા તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26,27,28 ત્રણ દિવસ સુધી. 

વિભાપર (તા. નખત્રાણા) : જયાબેન છાભૈયા (ઉ.વ. 67) તે અંબાલાલ પચાણભાઇ છાભૈયાના પત્ની, નરેશભાઈ, પૂનમબેન (સાંગનારા), પ્રિયાબેન (ગઢશીશા), રોહિત (અમદાવાદ)ના માતા, ભાવનાબેન, ભૂમિકાબેનના સાસુ, યશ, ઈશા, ક્રિશવના દાદી તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-8-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર ચોક, વિભાપર ખાતે.

પલીવાડ (તા. નખત્રાણા) : મૂળ માંડવીના ગુંસાઈ લક્ષ્મણગર (અરવિંદગર) (ઉ.વ. 40) તે દમયંતીબેન પ્રતાપગરના પુત્ર, દક્ષાબેનના પતિ, નીતિનગર, ભાવનાબેન મહેશગર (ઝીંકડી)ના ભાઈ, રેખાબેન નીતિનગરના જેઠ, દમયંતીબેન જવેરભારથી (ખારુઆ)ના જમાઈ, મનસુખગર, પરેશગર (માંડવી), રુક્ષ્મણિબેન પરસોત્તમભારથી (ભુજ), મંજુલાબેન દયાલગર (સણોસરા)ના ભત્રીજા, કીર્તિકા, નિત્યગરના પિતા, કમલગર માનગર (મંજલ)ના દોહિત્ર, વૃષિક, હર્ષિના મોટાબાપા, હીર, જયનગિરિના મામા તા. 25-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 શિવ મંદિર, પલીવાડ ખાતે. શંખઢોરની વિધિ તા. 5-9-2026ના નિવાસસ્થાને પલીવાડ ખાતે.

નાના ભાડિયા : મૂળ બેરાજાના ગંગાબેન ડુંગરશી ધરોડ (ઉ.વ. 90) તે સ્વ. ડુંગરશી ધરોડના પત્ની, સ્વ. વેલબાઇ તલકશીના પુત્રવધૂ, સ્વ. પાનબાઇ માણેક દેઢિયા (બેરાજા)ના પુત્રી, સ્વ. કરમશી, સ્વ. મુરજી, સ્વ. નાનબાઇના ભાભી, સ્વ. કેસરબેનના દેરાણી, રસીલા, રાજેશ, રમેશના માતા, સ્વ. ધનજીભાઇ, જાગૃતિબેન, પિંકીબેનના સાસુ, તેજસ, બીજલ, સોનાક્ષી, શૌર્યના દાદી, મિલન, હિરેન, જીનલ, પલ્લવી, મયૂરના નાની, સ્વ. લાલજી, સ્વ. પ્રેમજી, સ્વ. તલકશી, સ્વ. વસનજી, સ્વ. લક્ષ્મીચંદ (બેરાજા), સ્વ. મણીબેન દામજી (દેશલપુર)ના બહેન, સ્વ. તારાબેન, સ્વ. રૂક્ષ્મણિબેન, સ્વ. શાંતાબેનના નણંદ, પ્રવીણા, રમેશ, સરલા, રંજન, વનિતાના કાકી, સ્વ. દેવકાબેન નાનજી (નાના ભાડિયા), મણિબેન કાંતિલાલ (સાડાઉ), લક્ષ્મીબેન બાબુભાઇ (સુરત)ના વેવાણ તા. 21-8-2026ના અવસાન પામ્યા છે.

નવી મુંબઈ : મૂળ દુર્ગાપુરના હરિલાલ પચાણભાઈ પારસિયા (ઉ.વ. 75) તે લક્ષ્મીબેનના પતિ, દિનેશ (સંજયભાઈ), વર્ષાબેન હિતેન (ખારઘર), લતાબેન પરેશ (ખારઘર), આરતીબેન મુકેશ (કોઠાણકંપા), પૂજાબેન વિપુલ (થાણા)ના પિતા, શીતલબેનના સસરા, વૈશ્વી, ભક્તિ, જૈનીના દાદા, રતનશી કાનજી વસાણી (દુર્ગાપુર)ના જમાઈ તા. 24-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-8-2026ના બુધવારે સવારે 9થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દુર્ગાપુર ખાતે.

Panchang

dd