• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

નખત્રાણામાં સ્વાગત કાર્યક્રમમાં 11 પ્રશ્નો રજૂ થયા

નખત્રાણા, તા. 25 : અહીં નખત્રાણા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 11 અરજદારોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાંથી મોટાભાગની રજૂઆતોનો નિકાલ કરાયો હતો. મામલતદાર આર. કે. પટેલના અધ્યક્ષસ્થાને તા.વિ. અધિકારી હાર્દિક ગઢવીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. બેઠકમાં વન વિભાગ દ્વારા ગત તા. 21 મે માસમાં બગપાટ, મુરૂ, જીંજાય જંગલના લાકડાંનો થયેલ લીલામમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારમાં રોહિત શંભુલાલ ઠક્કર ભુજ સાથે થયેલી છેતરપિંડીના પ્રશ્ને તપાસ કરવા નિર્ણય લેવાયો હતો. આયર ખેતાભાઇ (ધામાય) દ્વારા તેમની માલિકીની ખેતીની જમીનમાં કેનાલ અને વરસાદી પાણીથી થતું ધોવાણ અંગે રજૂઆતો નિકાલ કરાયો હતો. નખત્રાણાના પાંચાણી નગરમાં પાણીની અનિયમિતતાની સમસ્યા નિવારવા હેમાંગ નાકરની રજૂઆતનો નગરપાલિકા દ્વારા નિકાલ કરવા જણાવાયું હતું. મોટા વાલ્કાના અરજદાર પુનિત પટેલે પ્રા. શાળામાં બે જર્જરિત જોખમી ઓરડા તોડી પાડી અને નવા બનાવવાની રજૂઆત કરતાં શિક્ષણ વિભાગને ઉકેલવા જણાવાયું હતું. રતનશી એચ. રાઠોડે નાના કાદિયાના તળાવમાં ખાનગી કંપની દ્વારા ઊભા કરાયેલા વીજપોલ દૂર કરી ગ્રા.પં. હસ્તકની જમીન ખાલી કરાવવા તેમજ તળાવ તથા સરકારી સંપત્તિને નુકસાન ભરપાઇ કરવાની રજૂઆતનો ઉકેલ લેવા જણાવાયું હતું. રવાપરના હાસમ થુડિયાએ ગામની પાણી પુરવઠા યોજનાનું લોકોને પીવાના પાણીનો ઔદ્યોગિક માટે ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાથી કાર્યવાહી કરવા રજૂઆતના પ્રશ્ને નિકાલની નોંધ લેવાઇ હતી. માતાના મઢથી ગઢડા રૂટની બસને વા સાળંગપુર કરવાથી યાત્રિઓનું કાયમી નિરાકરણ થઇ શકે. આ સ્થળે જવા માત્ર 11 કિ.મી.નો ફેરો થતો હોવાનું અંગિયા નાનાના રમેશ માવાણીની રજૂઆત ઉકેલવા નોંધ લેવાઇ હતી. કોટડા (જ.)ના સીમતળમાં 40 એકર ગૌચર મુક્ત કરવા ભાવેશ વેરશીએ રજૂઆત કરી હતી. નખત્રાણામાં કન્યા છાત્રાલય માટે સંપાદન થયેલ જમીનમાં અ.જા. કલ્યાણ ટ્રસ્ટ છાત્રાલયના નિર્માણ માટે ખાતમૂહુર્ત થાય તે માટે પી. સી. ચાવડાના પ્રશ્ન અંગે રજૂઆત કરાઇ હતી. વિથોણ ગામે સી.સી. રોડમાં ભ્રષ્ટાચાર બાબતે યોગેશ પટેલે રજૂઆત કરી હતી. આરંભમાં સ્વાગત વિધિ તથા અરજદારોના પ્રશ્નો અંગે રૂપરેખા શિવજીભાઇ પાયણે કરી હતી. અધ્યક્ષસ્થાનેથી મામલતદાર આર. કે પટેલ તથા ટી.ડી.ઓ. હાર્દિક ગઢવીએ અરજદારોના પ્રશ્નો સાંભળી નિકાલ માટે ખાતરી આની હતી. બેઠકમાં મોટાભાગના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd