• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

કેન્દ્રીય રેલવે મંત્રી આગામી તા. 29મીએ કચ્છના પ્રવાસે આવશે

ગાંધીધામ, તા. 25 : કેન્દ્રીય રેલવે મંત્રી આગામી તા. 29મીએ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. કચ્છમાં સંભવિત બે સ્થળે  યોજાનારા કાર્યક્રમ અંગેની તમામ તૈયારીઓનો ધમધમાટ  શરૂ થઈ ગયો છે. જો કે, સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી જાહેર થયો નથી. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, અગામી શનિવારે કચ્છ આવશે. રેલવે દ્વારા મીઠાના પરિવહન માટે ખાસ પ્રકારના સ્ટીલ કન્ટેનરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું ઉત્પાદન ભચાઉ તાલુકાના શિવલખામાં કરવામાં આવી રહ્યું છે. આ સાઈડિંગ ખાતેથી રેલવે મંત્રી દ્વારા ખાસ કન્ટેનરની મીઠાની રેકને રવાના કરવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટને પણ ટક્કર મારે તેવા બની રહેલા ભુજ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. જો કે, હજુ સુધી સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી, પરંતુ રેલવે પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમ્યાન અશ્વિની વૈષ્ણવ પ્રચાર માટે ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. આ દરમ્યાન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી તરીકે તેઓ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે.

Panchang

dd