• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વાંકીના હાલે મુંબઇ બ્રહ્મક્ષત્રિય ગોપાલજી વેલજી વીંછી (ઉ.વ. 89) તે કસ્તૂરબેનના પતિ, સ્વ. જેઠીબેન વેલજી પેરાજ વીંછીના પુત્ર, સ્વ. વેલજી પુરુષોતમ છાટબારના જમાઈ, પ્રવીણ, સ્વ. ભરત, વસંત, જયપ્રકાશ, જ્યોત્સના હેમંત લિયાના પિતા, નયના, સ્વ. જ્યોતિ, દર્શનાના સસરા, સ્વ. શામજી, રમણીક, અરાવિંદ, કાંતિ, સ્વ. રૂક્ષ્મણીબેન રતનશી ખુડખુડિયા, સ્વ. તુરસાબેન નાનજી લિયા, અમૃતબેન શંકરલાલ નિર્મળના ભાઈ, જતિન, દીપ, પૂજા, રુચિના દાદા, રાહુલ લિયાના નાના તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલ સામે, ભુજ ખાતે.

ભુજ : મૂળ સુથરીના માલતીબેન ઝવેરચંદ ભોજક (ઉ.વ. 72) તે ઝવેરચંદ કુંવરજી ભોજક (આદિનાથ જિનાલય પૂજારી)ના પત્ની, કપિલાબેન ચંદુલાલ શર્માના પુત્રી, ગં.સ્વ. જેઠીબાઇ કુંવરજી ભોજકના પુત્રવધૂ, રશ્મિતા, સચિન (સ્પીડ શૂઝ)ના માતા, ભરત દેઢિયા (મુંબઇ), ભૂમિના સાસુ, વિશ્વમના દાદી, ભરત, વિરેન, સ્વ. તરુણા, ગં.સ્વ. પલ્લવીબેનના મોટા બહેન, ભાવના, સ્વ. પુષ્પાબેનના નણંદ તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 હોટલ ફન એન્ડ ફૂડ બેંકવેટ હોલ, બીજા માળે, પુરોહિત સતીવાળો, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ ખાતે.

ભુજ : અમીનાબેન કોલી (ઉ.વ. 75) તે સ્વ. સુમાર હમીર કોલીના પત્ની, સ્વ. અલીભાઇ કોલીના માતા, કેશરબેનના સાસુ, ભરત, વિક્રમ, મહેન્દ્ર, કિશનના દાદી તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. તા. 22-8-2026ના રાત્રે ભજન અને તા. 23-8-2026ના સવારે 8 વાગ્યે પાણી નિવાસસ્થાન આશાપુરા નગર, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : ઝૈનબબેન ઇનાયતભાઇ મૈમુન (ઉ.વ. 84) તે ઇનાયતભાઇ મૈમુનના પત્ની, મુનીરાબેન ભાઇજીવાલા, હુસેન (સૈફી ટિમ્બર માર્ટ, ભુજ)ના માતા, ઝોહર, સકીનાના સાસુ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. ત્રિજયાના સિપારા તા. 21-8-2026ના શુક્રવારે રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, વોહરા કોલોની, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : અજય હરીશભાઇ ક્રિસ્ટી (અજય ટેઇલર) (ઉ.વ. 46) તે સોનાબેનના પતિ, ક્રિશ અને એસ્રિએલના પિતા, મધુબેન તથા હરીશભાઇના પુત્ર, મોહિનીબેન તથા ઠાકરશીભાઇના ભત્રીજા, સેમ્યુએલ, અમિતા, વિમલ, સ્મિતાના ભાઇ, બ્લેસીના દિયર, શારોનના જેઠ, વિકી અને મનીષના સાળા, એડ્રીએલ અને એલેક્ષના કાકા, અનુગ્રહ અને કલિયાહના મામા, માહયાનના મોટાબાપા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના સવારે 10 વાગ્યે, 103, મહેરુન સિટી-1, આસ્થા સ્કૂલની બાજુમાં, એરપાર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : અશ્વિનભાઇ જોષી (ઉ.વ. 70) તે અરુણાબેનના પતિ, ગં.સ્વ. ગંગાબાઇ નાનાલાલ જોષીના પુત્ર, મણિબેન વાલજી કાનજી અજાણીના જમાઇ, જિજ્ઞેશ, જિજ્ઞાના પિતા, વિપુલ જેન્તીલાલ વ્યાસના સસરા, નીતિન, જેન્તીલાલ, મહેશ, પ્રવીણા, તરુલતાના ભાઇ, ભદ્રાબેન રવિલાલ જોષીના ભત્રીજા, નરોત્તમ, સ્વ. ધનજી, પ્રાણલાલ, ચંપકલાલ, ઉમિયાશંકર, નાનાલાલ, રમીલાબેન, વિનોદલાલના બનેવી, દેવી, નિત્યા, પ્રિયાંશીના નાના, મનીષ, નીલેશ, ભાવિક, વિશાલ, પલ્લવી, શીતલ, ગીતા, હિનાના કાકા, પ્રફુલ્લ પરસોત્તમ જોષીના સાઢુ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 4થી 5.30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.

ભુજ : શીલાબેન સોમપુરા (શિશુ બાલમંદિર-નિવૃત્ત) (ઉ.વ. 81) તે સ્વ. મનોજભાઇ (નિવૃત્ત એસ.ટી.ઓ.)ના પત્ની, સ્વ. સરસ્વતીબેન કે. લાલપુરાના પુત્રવધૂ, ડિમ્પલ મયંકભાઇ પટેલ (યુ.એસ.એ.), નેહા મલય શાહ (ભુજ), પ્રણય (પથુ)ના માતા, રીટા પ્રણય સોમપુરાના સાસુ, સ્વ. કુંદનબેન પ્રભુલાલ દવે (રાજકોટ)ના પુત્રી, સ્વ. રજનીભાઇ, દિનેશભાઇ, પરાગભાઇ, ગં.સ્વ. ક્ષમાબેન, બીનાબેન, માલિનીબેનના બહેન, ગં.સ્વ. કૌશલ્યાબેન પ્રવીણભાઇ પણિયા (માંડવી)ના વેવાણ તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : હાજિયાણી હલીમાબાઈ (ભચીબાઈ) ઓસમાણ આગરિયા (ઉ.વ. 75) તે મ. ઓસમાણ મામદના પત્ની, ઈબ્રાહિમ મામદના ભાભી, રમઝાન, હાસમના માતા, ઓસમાણગની, આમીર, હસનઅલી, જુસબ, સોહિલ, સમીરના દાદી તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-8-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 ભાઈઓ માટે ગોસિયા મસ્જિદ ભારતનગર, ગાંધીધામ તથા બહેનો માટે નિવાસસ્થાન પ્લોટ નં. 73, વોર્ડ 10એએ, ગુરુકુળ, ગાંધીધામ ખાતે.

માંડવી : વિપુલ ઠક્કર (ઉ.વ. 60) તે સ્વ. રમાબેન તથા રામજી જીવરાજ ઠક્કરના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, હિરલ સૂરજભાઇ ભાદોરિયા (અમદાવાદ), માનસી ઉર્વીશભાઇ સ્વાલી (માંડવી)ના પિતા, પ્રજ્ઞાબેન પ્રવીણ પોપટ (માંડવી), હિનાબેન હરીશ ઠક્કર (ભુજ), રાજેશ ઠક્કર (માંડવી)ના ભાઇ, વૈભવ અને મિત્તલના મામા, ધરમકુમાર કોઠારીના મામાજી તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

માંડવી : પુષ્કર્ણા બ્રાહ્મણ ભગવતીબેન લક્ષ્મીદાસ બોળા (ઉ.વ. 71) તે લક્ષ્મીદાસ હેમરાજ બોળાના પત્ની, સ્વ. હીરાબેન હેમરાજ બોળાના પુત્રવધૂ, વસંતબેન હરિદાસ કલ્યાણજી હર્ષ (સિનુગ્રા અંજાર)ના પુત્રી, પ્રીતિ અતુલ વાસુ, વિજય, સ્વ. જયેશના માતા, અતુલકુમાર લક્ષ્મીશંકર વાસુ (રવાપર)ના સાસુ, સ્વ. હરિલાલ હેમરાજના ભાઈના પત્ની, ગં.સ્વ. અનસૂયાબેન જનકરાય જોશી, જયાબેન કિશોરભાઈ બોદા, ભારતીબેન મદનકુમાર પણિયાના ભાભી, પ્રિયા મહાર્ષિકુમાર શુક્લ (અમદાવાદ), અપેક્ષા, ભક્તિ, માહિના નાની, મહેશ, ચંદ્રકાંત, જગદીશ, સ્વ. હરેશ, જિતેન્દ્ર, સ્વ. મુકેશ, સ્વ. મધુસૂદન, સુનંદા મહેશભાઈ જોશીના બહેન તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 જોષીવાળા તળાવ ગેટ પાસે, મહિલા બાગની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : ચંદ્રેશભાઈ ચૌહાણ (માલી) (ઉ.વ. 43) તે ગં.સ્વ. ગવરીબેન બાબુભાઈના પુત્ર, આશાબેનના પતિ, વિરલ, દિવ્યના પિતા, શામજીભાઈ, ગં.સ્વ. જમનાબેન પ્રવીણભાઈ, પ્રવીણાબેન ચંદુલાલ, ગં.સ્વ. હીરુબેન રાયધણભાઈ, સ્વ. મંજુબેન ભરતભાઈના ભત્રીજા, સ્વ. બાઉભાઈ રાજાભાઈ સોલંકી (રાજકોટ)ના જમાઈ, કિલ્પાબેન નવીનભાઈ, અનિલભાઈ, નિકુંજભાઈ, કિંજલબેન, પરેશભાઈ, અંકિતભાઈના ભાઈ, આશાબેન, પ્રીતિબેન, ખુશ્બૂબેન, વિભૂતિબેનના જેઠ, રિદ્ધિ, ધૃવ, નૈતિક, રુદ્ર, ક્રિષ્ના, દિત્યાના મોટા બાપા, ધવલ, પ્રેમના મામા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ ગોયરસમાના કારાભાઈ વેલજીભાઈ આયડી તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-8-2026 ગુરુવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન મહેશનગર, શેરી નં. 3 મધ્યેથી નીકળશે. આગરી (કોઠ) તા. 20-8-2026ના ગુરુવારે અને તા. 21-8-2026ના શુક્રવારે પાણીઢોળ.

નખત્રાણા : નિતાબેન પરમાર (વાળંદ) (ઉ.વ. 42) તે ચંદ્રેશભાઇ જેઠાભાઇ પરમારના પત્ની, સ્વ. લક્ષ્મીબેનના પુત્રવધૂ, અનિક્ષાના માતા, સ્વ. રમીલાબેન હંસરાજભાઇ પરમારના દેરાણી, હંસરાજભાઇ જેઠાભાઇ પરમારના નાના ભાઇના પત્ની, મુકેશ, પ્રીતિ, ઇશ્વર, ડિમ્પલના કાકી, કસ્તૂરબેન, સ્વ. રમણીકલાલ મીઠુભાઇ ચૌહાણ (રામપર-વેકરા)ના પુત્રી, ભરતભાઇ, વિનોદભાઇના બહેન, સરલાબેન, મીનાબેનના નણંદ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 21-8-2026ના શુક્રવારે બપોરે 3થી 5 વાળંદ સમાજવાડી, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : કલ્પેશ મહેન્દ્ર પરમાર (ઉ.વ. 52) તે  જાગૃતિબેનના પતિ, વિજયાબેન મહેન્દ્ર પરમાર (માજી સરપંચ, પૂર્વ ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ)ના પુત્ર, જમનાબેન અમૃતલાલ પરમારના પૌત્ર, જયશ્રીબેન મણિલાલ વાઢેર (માધાપર)ના જમાઈ, ગિરીશ વાઢેર (માધાપર)ના બનેવી, જયાસિંહ પરમાર (ભુજ), અશોક પરમાર (બીએસએનએલ-ભુજ), અરૂણ પરમાર (માધાપર)ના ભત્રીજા, ભાવનાબેન ઉમેશ ચૌહાણ (કુકમા)ના ભાઈ, ઇન્દુબેન ઉમાકાંત વાઢેર (સિનુગ્રા), હંસાબેન દિલીપ વરૂ (પુના), રેખાબેનના ભત્રીજા, ધ્યાનીબેન, પ્રાચીના પિતા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવારે તા. 20-8-2026ના સાંજે 5.30થી 6.30 ક.ગુ. ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

ગળપાદર (તા. ભુજ) : સામત કાનજીભાઈ કોઠીવાર (ઉ.વ. 55) તે લખીબેન સામત કોઠીવારના પતિ, રિયા, પ્રિતના પિતા, અરજણભાઈ, સામજીભાઈ, રમેશભાઈ, સામતભાઈના કાકાઈ ભાઈ તા. 19-08-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સ્વામિનારાયણ નગર, કોડકી રોડ ચાર રસ્તા, ભુજ ખાતે.

આણંદસર-મંજલ (તા. ભુજ) : પરમાર રવજીભાઇ (ઉ.વ. 55) (પરમાર પરિવારના ભુવાજી) તે સ્વ. નાનુબેન મેઘજીના પુત્ર, ગંગાબેનના પતિ, ગોપાલભાઇ, હીરજીભાઇ, સ્વ. લખમશીભાઇ, સ્વ. જવેરબેન નારાણ લોંચા (અંગિયા), જમનાબેન ચંદુલાલ ચાવડા (સુખપર રોહા)ના ભાઇ, કોમલબેન જયેશ લોંચા (વિથોણ), હિનાબેન દીપક ચાવડા (આણંદસર), નિશાબેન દિનેશ લોંચા (નખત્રાણા), ભારતીબેન હરિલાલ લોંચા (કોટડા-જ.), મહેક, સોનિયા, બિપાસા, સંસ્કારના પિતા, સ્વ. ખેતબાઇ ખીમજી મનજી વાઘેલા (મોટી વિરાણી)ના જમાઇ, સ્વ. સુરેશ, મુકેશ, ગોવિંદ, મોહન, હરેશ, અમીત, વનિતાબેન કિશોર વાઘેલા (નખત્રાણા), ઉમિયાબેન ચંદુલાલ વાઘેલા (મથલ)ના કાકા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 20-8-2026ના રાત્રે તથા તા. 21-8-2026ના સવારે ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાને.

નારાણપર (તા. ભુજ) : જત હાજી ફકીરમામદ ભચુ (ઉ.વ. 79) તે જત સુમાર ભચુના ભાઇ, સલેમાન, અબ્દુલ, સુલતાનના પિતા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-8-2026ના શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ ચાંદ્રોડાના બાબુભાઇ ફફલ તે પરમાબાઇ ગોવિંદના પુત્ર, સ્વ. દાનાભાઇ ડાયાભાઇ ફફલના પૌત્ર, રાણબાઇ, લક્ષ્મીબેન, મગનભાઇ, રાજાભાઇના ભત્રીજા, કરમાબેન અરજણભાઇ વિસરિયા (સિનુગ્રા)ના દોહિત્ર, દેવજીભાઇ, મનોજભાઇ વિસરિયાના ભાણેજ, વિજય, ખીમજીભાઇના ભાઇ તા. 17-8-2026ના અવસાન પામ્યા છે.

જૂની દુધઇ (તા. અંજાર) : કાનજીભાઇ ચોથાભાઇ ડઉ (ઉ.વ. 62) તે સ્વ. પુરીબેન ચોથાભાઇ ડઉના પુત્ર, કુંવરબેનના પતિ, જગદીશભાઇ, વિશાલભાઇ, જિજ્ઞેશભાઇ, જ્યોતિબેન, રુક્ષ્મણીબેનના પિતા, સાકુબેન, હેતલબેન, શાંતિબેન, ભરતભાઇ, શંભુભાઇના સસરા, સ્વ. અરજણભાઇ, રામજીભાઇ, સ્વ. સામજીભાઇ, સ્વ. મ્યાજરભાઇ, હમીરભાઇ, ડાયાલાલ, રવજીભાઇ, રાધાબેન, જસુબેનના ભાઇ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે.

ડોણ (તા. માંડવી) : દેવકીબેન માધવજીભાઈ ગજરા (ઉ.વ. 83) તે માધવજીભાઈ કરસનદાસ ગજરાના પત્ની, સ્વ. ખમીજીભાઈ અરજણભાઈ ભદ્રાના પુત્રી, ભૂપેન્દ્રભાઈ, અરાવિંદભાઈ, હિંમતભાઈ, ભાવનાબેન નરેન્દ્રભાઈ ભદ્રા (રતડિયા), જશોદાબેન હરેશભાઈ ગોરી (કલ્યાણ)ના માતા, હિરેન, જયેશ, મનોજ, રવિ, કિંજલબેન પરેશ ગોરી (શિરવા), દર્શનના દાદી, રિતેશ કાંતિલાલ ગજરા, અતુલ છગનલાલ, હિતેન છગનલાલ ગજરા, પ્રેમીલાબેન જગદીશ ભદ્રા, મંજુલાબેન અરાવિંદભાઈના મોટા દાદી, સ્વ. લક્ષ્મીબેન ખીમજીભાઈ મંગે, સ્વ. ભચીબેન લક્ષ્મીદાસ મંગે, ગં.સ્વ. વેલબાઈ વિસનજી નંદાના નણંદ, જીવરામભાઈ ખીમજીભાઈ ભદ્રા (પ્યાકા)ના બહેન તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 21-8-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, ડોણ ખાતે.

નાની વિરાણી-ગઢ (તા. માંડવી) : હાલે વડોદરા પરસોત્તમ વાલજી સુરાણી ભગત (ઉ.વ. 82) તે સ્વ. ધનુબેન વાલજી દેવશીના પુત્ર, દક્ષાબેન, નીતિનભાઈ, અંજુબેનના પિતા, મંજુલાબેનના પતિ, નરાસિંહભાઈ, નાનાલાલભાઈ, રજનીકાંતભાઈ, અરાવિંદભાઈ, સ્વ. વિસનજીભાઈ, પાર્વતીબેન હરિલાલ (લુડવા)ના ભાઈકરસનભાઈ, રતિલાલભાઈ, અમૃતભાઈ, શાંતિભાઈના કાકાઈ ભાઈ, સામજી શિવજી ડાયાણી (દરશડી)ના જમાઈ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-8-2026ના સવારે 8થી 11 રજનીકાંત વાલજી સુરાણી ભગતનાં નિવાસસ્થાને, જૂની પ્રાથમિક શાળાની બાજુમાં, વિરાણી ખાતે.

તલવાણા (તા. માંડવી) : થેબા સલમાબેન (ઉ.વ. 37) તે મ. અનવરહુશેન ઇબ્રાહિમના પત્ની, ઇરસાન અને રોજમીનના માતા, સતાર ઇબ્રાહિમના ભાભી, ઇબ્રાહિમ, હારુન અને અબ્દુલના પુત્રવધૂ, નારેજા ઇશા ઉમર (વાડા)ના પુત્રી, સુલ્તાન અને શબ્બીરના બહેન, ભજીર ફૈઝાન અબ્દુલકરીમ (મુંદરા-બારોઇ)ના સાસુ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-8-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન તલવાણા ખાતે.ઐ

પદમપુર (તા. માંડવી) : જીવરાજ રામજી ધોળુ (ઉ.વ. 103) તે મગનભાઇ, પ્રવીણભાઇ, હિંમતભાઇ, મોંઘીબેન, સવિતાબેન, લીલાબેન, અમૃતબેન, મંજુલાબેનના પિતા, સ્વ. વશરામભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. લખમશીભાઇ, સ્વ. રતનબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. કંકુબેન, સ્વ. વાલુબેનના ભાઇ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના ગુરુવારે સવારે 8.30થી 12 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, પદમપુર ખાતે.

પીપરી (તા. માંડવી) : સંઘાર કાનજી નારણ સુઇયા (જામોતર) (ઉ.વ. 49) તે હીરબાઇ નારણ ગગુના પુત્ર, કરશન, હાસબાઇ, સ્વ. નાથાલાલના ભાઇ, જાનબાઇ અને હસ્તીબેનના પતિ, કમલેશ, દક્ષા, પ્રવીણ, અજયના પિતા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19, 20, 21 (ત્રણ દિવસ) નિવાસસ્થાને વાડીમાં.

લાખાપર (તા. મુંદરા) : તેજાભાઈ કાનાભાઈ ધેડા તે સ્વ. આશબાઈના પતિ, સ્વ. મગાભાઈ કાનાભાઈ, પૂંજાભાઈ કાનાભાઈના ભાઈ, સ્વ. ગાંગજીભાઈ, ગાવિંદભાઈ, મેઘજીભાઈ, લાલજીભાઈના પિતા, સ્વ. નાગશીભાઈ દેવાભાઈ મોથારિયા (નાની ખાખર)ના બનેવી, લક્ષ્મીબેન, જિતેન્દ્રભાઈ, પરેશભાઇ, ધીરજભાઈ, ખેરાજભાઈ, રાજેશભાઈ, નીલેશભાઈ વિનોદભાઈ, સંતોષભાઈ, હંસાબેન, ગીતાબેનના દાદા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (પાણી) તા. 20-8-2026ના આગરી તથા તા. 21-8-2026ના સવારે પાણી નિવાસસ્થાન લાખાપર ખાતે.

મોટા કાદિયા (તા. નખત્રાણા) : લોંચા રમેશભાઇ (ઉ.વ. 48) તે જીવાબેન તથા સ્વ. દાનાભાઇ રણમલના પુત્ર, લખુભાઇ (ભુજ), બાબુલાલ, લીલાબેન જેન્તીલાલ સોલંકી (ટોડિયા)ના ભાઇ, ચેતન, હર્ષદના પિતા, નયનાબેનના પતિ, હરિભાઇ રાજાભાઇ ગોહિલ (ભેરૈયા-નખત્રાણા)ના જમાઇ, લહેરીના બનેવી, દીક્ષિત, ઇશ્વરના કાકા, સ્વ. તેજા સામત દાફડા (મોટી ખોંભડી)ના દોહિત્ર, સ્વ. લખુભાઇ, સ્વ. દેવજીભાઇ, પચાણભાઇ (નિવૃત્ત પોલીસ)ના ભાણેજ, સ્વ. મેઘજી રણમલ, નાનજી રણમલ (ખોંભડી), બાંયાબેન પ્રેમજી દાફડા (નાના કાદિયા)ના ભત્રીજા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું ત્રણ દિવસ નિવાસસ્થાને.

રવાપર (તા. નખત્રાણા) : સવિતાબેન તે સ્વ. જમનાદાસ વાળંદના પત્ની, સ્વ. ખેતશી મીઠુના પુત્રવધૂ, સ્વ. માવજીભાઇ (આમારા), ખટાઉભાઇ, વિનોદભાઇ (રવાપર)ના નાના ભાઇના પત્ની, સ્વ. કાંતિલાલ મીઠુ, નરોત્તમ મીઠુ (માનકૂવા), રવજી રામજી (માધાપર), રતિલાલ રામજી (રવાપર)ના ભત્રીજા વહુ, દીક્ષિત, ધાર્મિક, સ્વ. પાયલના માતા, કિનાલ, દેવિકના દાદી, નિશાબેન, જીનલબેનના સાસુ, વેલાબેન (આમારા), ઉર્મિલાબેન, શાંતાબેન (રવાપર)ના દેરાણી, મુકેશ, ખુશાલ, કિરણ, પ્રવીણ, મયૂરના કાકી, રવજીભાઇ ભારાભાઇ ચૌહાણ (ધાવડા મોટા), દમયંતીબેનના પુત્રી, અશ્વિન, હિતેષના મોટા બહેન, રમીલાબેન, જ્યોતિબેન (ધાવડા)ના નણંદ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 21-8-2026ના શુક્રવારે સવારે 10થી 5 નિવાસસ્થાન રવાપર (તા. નખત્રાણા) ખાતે.

આધોઈ (તા. ભચાઉ) : હાલ વલસાડ કનૈયાલાલ નેણશીભાઈ બોરીચા (નગર શેઠ) (ઉ.વ. 76) તે સ્વ. ચીમનલાલ , અમૃતલાલ, રમેશભાઈ (વલસાડ)ના ભાઈ, શાંતાબેનના પતિ, સ્વ. પાલાઈબેન નેણશીભાઈ બોરીચાના પુત્ર, હિતેશ, ભરત, તન્વીના પિતા, વણવીર માલા સત્રા (આધોઈ)ના જમાઈ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 20-8-2026ના સવારે 11 વાગ્યે વલસાડ ખાતેથી નીકળશે.

વાયોર (તા. અબડાસા) : જાડેજા અનસુયાબા (ઉ.વ. 68) તે સ્વ. જાડેજા વાઘજી હઠીસગંજીના પત્ની, સ્વ. જાડેજા કરસનજી હઠીસગંજીના નાના ભાઈના પત્ની, સ્વ. જાડેજા દિવાનસિંહ હઠીસગંજીના નાના ભાભી, ગણપતાસિંહ, પ્રતાપાસિંહ, રણજિતાસિંહના માતા, નારૂભા, દિલુભા, જગદીશાસિંહના કાકી, પ્રવીણાસિંહ, જિતેન્દ્રાસિંહના ભાભુમા, વિજયાસિંહ, દિપેન્દ્રાસિંહ, રાજેદ્ગાસિંહગિરીરાજાસિંહ, હિંમતાસિંહ, ક્રિપાલાસિંહ, પ્રતિપાલાસિંહ, કરમરાજાસિંહ, દક્ષરાજાસિંહ, રૂદ્રરાજાસિંહ, હરપાલાસિંહ, યુગરાજાસિંહ, ભવ્યરાજાસિંહ, બળવંતાસિંહ, કરણાસિંહના દાદી તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. દશાવો  તા. 28-8-2026ના શુક્રવારે, તા. 29-8-2026ના શનિવારે પાણીઢોળ તેમજ સાદડી સવારે 9થી સાજે 6 વાગ્યા સુધી (બાર દિવસ) દરબાર ગઢ ડેલી વાયોર ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : માણસીભાઈ માણેકભાઈ ગઢવી (રવાઈ) (ઉ.વ. 80) તે વીરબાઈના પતિ, ખેતશી, લખમણ, હીરબાઈ આશારિયા સેડાના પિતા, સ્વ. કનૈયાભાઈ માણેક, સ્વ. પબુભાઈ માણેકના ભાઈ, આરવ, કનૈયાના દાદા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તા. 20-8 ગુરુવારથી તા. 22-8-2026 શનિવાર સુધી (ત્રણ દિવસ)  તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 29-8-2026ના શનિવારે.

સણોસરા (તા. અબડાસા) : જાડેજા સરદારસિંહ હઠીસંગ (ઉ.વ. 48) તે અજિતસિંહ વેલુભાના નાના ભાઇ, અક્ષયરાજ, લક્કીરાજ, હરદીપના કાકા, જયરાજના પિતા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. દશાવો તા. 25-8-2026ના અને ઉત્તરક્રિયા તા. 29-8-2026ના.

માપરના ઉદય છેડા (શાહ) (ઉં. 46)   તે સ્વ. સુશીલા ડુંગરશી કચરાના પૌત્ર. રતન પ્રકાશના પુત્ર. પૂનમ રાજેશના ભાઈ. સ્વ. સોનબાઈ ચાંપશી દેરાજના દોહિત્ર અવસાન પામ્યા છે.

સાભરાઇના ડૉ. ટિપીન વલ્લભજી હીરજી કારાણી (ઉં. 73)   તે લક્ષ્મીબેન વલ્લભજીના પુત્ર. જ્યોતિના પતિ. વૈભવ, જેસિકાના પિતા. મંગલાબેન, દીપક, લીલાવંતી, ખુશાલ, કુસુમ, લહેરચંદના ભાઈ. કલ્યાણજી દેવજીના જમાઈ અવસાન પામ્યા છે.

ટુંડાના કાંતાબેન દેઢીયા (ઉં. 80)   તે  લધીબાઇ ખીંયશી વેરશીના પુત્રવધુ. સ્વ. કોરશીના પત્ની. રતનબેન (પાનબાઇ) દામજી ડુંગરશી છેડાના પુત્રી. ચેતના, મહેન્દ્ર, હરેશના માતા. તારાચંદ, મધુબેન હસમુખ, સં. પક્ષે વિરતીરક્ષાશ્રીજી મ.સા.ના બેન અવસાન પામ્યા છે.

મો. ઉનડોઠના શાંતીલાલ ખીમસરીયા (ઉં. 76)  તે પુરબાઇ રતનશી કેશવજીના પુત્ર. સ્વ. દમયંતીના પતિ. સ્વ. મણીલાલ, જવેર, મંજુલા, સુંદરજી, હેમા, ભાઇલાલ, તારાના ભાઇ અવસાન પામ્યા છે.

લુણીના વસનજી દેઢિયા (ઉં. 86)  તે રાજઈમા રવજીના પૌત્ર. રતનબેન પુનશીના પુત્ર. કસ્તુરબેનના પતિ. માવજી, રતનશી, જાદવજી, વેલબાઈ ડુંગરશી, જયાબેન પ્રવિણ, સરલાબેન વલ્લભજીના ભાઈ. વડાલાના પુંજીબાઈ નથુ હંસરાજના દોહીત્ર અવસાન પામ્યા છે.

(સૌ. : કવીઓ જૈન ખબર પત્રિકા)

Panchang

dd