• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ભુજોડીમાં ક્રિકેટ સ્પર્ધામાં અંજાર ઇલેવને બાજી મારી

ભુજ, તા. 25 : ભુજોડી સ્પોર્ટસ ક્લબ દ્વારા સ્વ. રોહિત ખરેટ સ્મૃતિકપ સિઝન-2 ક્રિકેટ ટૂર્નામેન્ટનાં આયોજનમાં 16 ટીમે ભાગ લીધો હતો. ભાટિયા ઇલેવન, ભુજોડી અને અંજાર ઇલેવન ફાઇનલમાં પહોંચ્યા હતા. અંજાર ઇલેવન ભુજોડી મેદાન પર ચેમ્પિયન બની હતી. બેસ્ટ બોલર ડી.એમ. મારવાડા (ખંભરા), બેસ્ટ બેટ્સમેન અશ્વિન ખરેટ, મેન ઓફ ધ સિરીઝ પ્રતાપ ખરેટ થયા હતા. કોમેન્ટરી શાંતિલાલ મંગરિયા, રાજેશ મણોઢિયા અને ગોપાલ ખરેટે, જ્યારે સ્કોરિંગ રવિ મંગરિયા, જીત બોખાણી અને નિખિલ ખરેટે કરી હતી. વ્યવસ્થા સામજી સીજુ તથા ભુજોડી ગામના યુવાનો દ્વારા કરાઇ હતી. ફાઇનલ મેચ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે પાલુભાઇ  ગઢવી (ભજનાનંદી-ભચાઉ)પ્રેમજીભાઇ મંગરિયા (પ્રમુખ કચ્છ મેઘમારૂ વિદ્યાર્થી ભવન), મનજી ખરેટ (પ્રમુખ કચ્છ મેઘમારૂ મૈત્રી મંડળ) (ઉ.પ્ર.), દેવજી મકવાણા (પ્રમુખ પીથોરા વિકાસ સમિતિ)માવજી સીજુ, પૂંજાભાઇ જેપાર (સરપંચ રાયધણપર), કલ્યાણભાઇ ખરેટ, વેલજી જેપાર, દેવજીભાઇ લોંચા, અરજણભાઇ ગરવા, શાંતિલાલ ગરવા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હિતેશ ખરેટ અને અમર મંગરિયા દ્વારા કરાયું હતું. પાલુભાઇ દ્વારા રૂા. 11000નું યોગદાન પણ અપાયું હતું. એમ્પાયર તરીકે રમેશ મંગરિયા (જાદુગર), પવન સીજુ, ધ્રુવ મંગરિયા અને ભરત લોંચાએ સેવા આપી હતી.

Panchang

dd