નવી દિલ્હી, તા. 25 : ભારતીય
ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ જર્મનીના વિન્સેટ કીમર પર 19-9ની શાનદાર જીતથી ગ્રેંડ ચેસ
ટૂર (જીસીટી) ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડની ફાઇનલમાં પહોંચી ગયો છે. પ્રજ્ઞાનાનંદનો
ફાઇનલમાં મુકાબલો વર્તમાન વિજેતા અમેરિકી ખેલાડી ફેબિયાનો કારૂઆના વિરુદ્ધ થશે. જીસીટી
ફાઇનલની કુલ ઇનામ રાશી 4પ0,000 અમેરિકી ડોલર છે. જેમાંથી વિજેતા
ખેલાડીને 200,000 ડોલર મળશે જ્યારે ઉપવિજેતાને
12પ,000 ડોલર મળશે.