નવી દિલ્હી, તા. 25 (પીટીઆઇ)
: સરકારે ઘઉં અને તેનાં ઉત્પાદનો પરનો નિકાસ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લીધો હતો
અને કહ્યું હતું કે, આ નિર્ણયનો
હેતુ સ્થાનિકે થયેલા ભાવ ઘટાડા વચ્ચે ખેડૂતોની આવક વધારવાનો છે. વિશ્વના બીજા ક્રમના
સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે સ્થાનિક ભાવમાં વધારો નિયંત્રિત કરવાનાં પગલાંના ભાગરૂપે
મે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ
મૂક્યો હતો. જો કે, આ વર્ષની શરૂઆતમાં, સરકારે
50 લાખ ટન ઘઉં અને 10 લાખ ટન ઘઉંના ઉત્પાદનોની નિકાસને
મંજૂરી આપી હતી. `ઘઉંની નિકાસ
નીતિ.. તાત્કાલિક અસરથી પ્રતિબંધિતમાંથી મુક્ત કરવામાં આવી છે, `િડરેક્ટોરેટ
જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, સરકારે ઘઉંના લોટ અને મેંદા, સોજી અને આખા ઘઉંના લોટ જેવા અન્ય ઉત્પાદનો પરનો નિકાસ પ્રતિબંધ દૂર કર્યો
છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે, `ખેડૂતોનાં હિતમાં નિકાસ પ્રતિબંધ હટાવવામાં
આવ્યો છે. સ્થાનિક ઘઉંના ભાવ હાલમાં નીચે છે. નિકાસને મંજૂરી આપવાથી સ્થાનિક બજાર ભાવમાં
વધારો થશે અને આગામી રવી સિઝનમાં સારી વાવણીને પ્રોત્સાહન મળશે તથા ખેડૂતોને સારા ભાવ
મળશે.'