• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. જયાબેન વાલજીભાઇ ઠક્કર (ઉ.વ. 84) તે સ્વ. વાલજીભાઇ શિવજીભાઇ ઠક્કરના પત્ની, સ્વ. મીઠાબેન શિવજીભાઇ ઠક્કરના પુત્રવધૂ (શિવજી મૂળજી), સ્વ. સાવિત્રીબેન હંસરાજ પૂજારાના પુત્રી, સ્વ. ભાવનાબેન દીપકભાઇ (ચેન્નાઇ), હીમાબેન અશોકભાઇ (મુંબઇ), દીપકભાઇ વાલજીભાઇના માતા, દક્ષાબેન દીપકભાઇ ઠક્કરના સાસુ, સ્વ. સાવિત્રીબેન (બબીબેન) ભગવાનજી રૂપારેલ, સ્વ. બંસીલાલભાઇ શિવજી ઠક્કર, તારાબેન રણજિતભાઇ રૂપારેલના ભાભી, ગં.સ્વ. કંચનબેન બંસીલાલ ઠક્કરના જેઠાણી, સ્વ. મણિબેન, સ્વ. ભાગીરથીબેન, ગં.સ્વ. શાંતાબેન, ધનલક્ષ્મીબેન, નવીનચંદ્રભાઇ, સ્વ. જગદીશભાઇના બહેન, વિપુલાબેન મનીષભાઇ મજેઠિયાના કાકી, વત્સલના દાદી, પ્રાચીના દાદી સાસુ, રશ્મી, અનીષા, શ્રેયા, માક્ષી, એનીના નાની, યશના નાની સાસુ તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 ભાનુકાંત લાલજી પલણ રૂખાણા હોલ, લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલ ખાતે બંને પક્ષની સાથે. 

ભુજ : સુમરા હાજી સાલેમોહંમદ ઇસ્માઇલ (ઉ.વ. 80) તે મુસ્તાકના પિતા, મ. અલીમોહંમદ, સિધીક (કરાચી), મ. આમદ, અબ્દુલ (મેઘપર)ના ભાઇ, સુમરા હિદાયત, સુમરા મોહંમદ હુસેન (માધાપર), સુમરા અલ્તાફ (ઢીંઢ), સુમરા સુલતાન હુસેનના સસરા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2025ના સોમવારે સવારે 10થી 11 મસ્જિદ એ ઉસ્માનિયા, રહીમનગર, ખારી નદી રોડ, ભુજ ખાતે. 

ભુજ : શ્રીમાળી બ્રાહ્મણ સુરેશભાઇ હંસરાજ ત્રિવેદી (એજ્યુકેશન ઓફિસ) (ઉ.વ. 87) તે સ્વ. રમીલાબેન (દરબારગઢ કન્યાશાળા)ના પતિ, સ્વ. કંચનબેન હરિલાલ ઓઝાના જમાઈ, રીટા, અલ્પા, સ્વ. ભાવિનના પિતા, સ્વ. હેમરાજભાઈ, સ્વ. તારાબેન નારણભાઈ ત્રિવેદીના નાનાભાઈ, સ્વ. ગોદાવરીબેનના દિયર, સ્વ. ભરતભાઈ, ડો. અશોકભાઈના કાકા, પુષ્પાબેન, ચંદ્રાબેનના કાકાજી, અશ્વિનભાઈ દવેરમેશભાઈ ત્રિવેદીના સસરા, માર્ગી, હિરેન, સૌરવના દાદા, નિગમકુમાર ઓઝામોનિકા, ઈશિતાના દાદાજી, વૈભવી, માધવ, સ્વ. ઉન્નતિ, વલ્લભ, પ્રિયાંકના નાના, ધૈવતના પરનાના, જ્યોતિબેન લાભશંકરભાઈ દવેના બનેવી, ચંદ્રકાંતભાઈ, દિનેશભાઈ, જયશ્રી, ઈલા, નયનાના મામા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2025ના રવિવારે સાંજે 5થી 6 ભુજ લોહાણા મહાજન, કતીરા પાર્ટી પ્લોટ, વી.ડી. હાઈસ્કૂલ પાસે. ડો. અશોકભાઈ ત્રિવેદી-98253 11935. 

ભુજ :  દરશડી-મોમાયમોરાના લુહાર કાસમ ઓસમાણ (ઉ.વ. 60) તે મ. આમદ જુસબના નાના ભાઈ, બશીર, સાજિદ, અબ્બાસના કાકા, રહીમ, આરીફ, મુસ્તાકના પિતા તા. 12/4/2025ના અવસાન પામ્યા છે. વાયેઝ/જિયારત તા. 14/4/2025ના સોમવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાન, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

અંજાર : મૂળ ખેડોઇ આનંદબા બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. બળવંતસિંહ જુવાનસિંહ જાડેજાના પત્ની, સુધીરસિંહ જાડેજા (પ્રમુખ અંજાર તા. ક્ષત્રિય સમાજ), શૈલેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજાના માતા, સૂરજસિંહ, જયપાલસિંહ, સુનીલસિંહ, યુવરાજસિંહના દાદી તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન (પીરવાડી) અંજાર ખાતે. લૌકિક વ્યવહાર તા. 18-4-2025 સુધી નિવાસસ્થાન 18, રામેશ્વર નગર અંજાર ખાતે. 

અંજાર : નયનાબેન (પાણી પુરવઠા અંજાર) (ઉ.વ. 52) તે ભાવિકભાઇ મધુકાંત ભટ્ટના પત્ની, હંસાબેન મધુકાંત મણિશંકર ભટ્ટના પુત્રવધૂ, રીટાબેન હેમેન ભટ્ટના દેરાણી, સ્વ. નીપાબેન, સ્વ. ડીમ્પલબેન, દિનાબેન ભટ્ટના ભાભી, નિધિ, શિવમના માતા, યશ પુરોહિતના સાસુ, દમયંતીબેન બટુકભાઇ વ્યાસના પુત્રી, ધીરેન, સ્વ. આશાબેન, મનીષા, ધર્માના મોટા બહેન, મયૂરીબેનના નણંદ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે ભાટિયા સમાજવાડી ખાતે સાંજે 5થી 6 (બંને પક્ષની સાથે). 

અંજાર : અનસૂયાબેન કાપડી (ઉ.વ. 84) તે સ્વ. રણછોડદાસ જીવણદાસ કાપડી (રાધનપુર)ના પત્ની, જગદીશભાઇ, જનકભાઇ, સ્વ. લાલદાસ, હરેશભાઇના માતા, ભારાપર હાજલદાદા અખાડાના મહંત દેવજીરાજા ગુરુ મૂળજીરાજા, ગીતાબેન ગોપાલદાદા કાપડી (લોડાઇ મેકણદાદા અખાડો), ગં.સ્વ. શાંતાબેન પ્રેમજીદાદા (પડાણા)ના બહેન, મહંત ગોપાલદાદાના સાળી, લઘુમહંત ભરતરાજા કાપડી (ભારાપર અખાડા)ના માસીબા, સ્વ. કેશવદાસ જીવણદાસ કાપડી, સ્વ. મનહરદાસ, સ્વ. શાંતિબેન, ગં.સ્વ. પાર્વતીબેન તથા સ્વ. રમાબેનના ભાભી, જીતેશ, જતિન, પ્રિતેશ, ધવલ, નિકુંજ, મયૂર, પાર્થ, ગોપીબેન કિશનભાઇ સાધુ, પૂનમ દીપકભાઇ સાધુ, ધારા ધર્મેશભાઇ કાપડીના દાદી, જયેશભાઇ, રઘુરામભાઇમુકેશભાઇ, વિનોદભાઇ, હરેશભાઇના મોટીબા તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા નિવાસસ્થાન પ્લોટ નં. 134થી 150-કે, સંઘવી હોમ્સ, એપીએમસી અંજારની બાજુમાં વરસામેડી રોડ ખાતે, શંખઢોળ વિધિ અને પૂજન તા. 24-4-2025ના નિવાસસ્થાને.

આદિપુર : વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજ નટવરલાલ હરગોવિંદભાઇ જોષી (ઉ.વ.61) તે પુષ્પાબેન નટવરલાલ જોષીના પતિ, સ્વ. જયાબેન હરગાવિંદભાઈ જોષીના પુત્ર, મિત્તલ, નિધિ, વૈશાલી, વૈભવના પિતા, ભગવતીબેન, સુશીલાબેન, ચંદ્રિકાબેનના ભાઈ, જયદેવભાઈ રાજગોર, કૃણાલભાઈના સસરા, ગં.સ્વ. બિનલબેન રાજેશભાઈ જોષીના કાકા, વિશનજીભાઈ, દયારામભાઈ, ભીખુભાઇ, નવીનભાઈ, મોહનભાઇ, રવિભાઈ, અશોકભાઈ, કૈલાશભાઈ, હિરેનભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, ધર્મેન્દ્રભાઈના કાકાઈ ભાઈ, સ્વ. હરિબા રેવશંકર જોષીના જમાઈ, સ્વ. ગજાનંદભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સુરેશભાઈના બનેવીયુગ, ખુશી, મીતાંશ, રૂદ્રીના નાના તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.14-4-2025ના સોમવારે ૐ મંદિર, વોર્ડ-3/, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાસે, આદિપુર મધ્યે 5થી 6 તેમજ વાગડ ઔ. બ્રહ્મ સમાજના સભ્યો માટે કાણ/લૌકિક ક્રિયા તા.21/4/2025ના સોમવારે પ્લોટ નં. 411, વોર્ડ-5/, ગણેશ ફર્નિચર પાછળમો. 99130 50400, 95377 68586. 

માંડવી : મીનાક્ષીબેન તે રમેશચંદ્ર ચંદ્રકાંત ભટ્ટ (વોંધિયા)ના પત્ની, સંજય, દીક્ષિત, વિમલના માતા, મનીષાબેન, કોમલબેનના સાસુ, દિશાના દાદી, સ્વ. મહેન્દ્રકુમાર કે. ભટ્ટ, પ્રેમિલાબેન આર. કેલૈયા, સ્વ. અનિલકુમાર કે. ભટ્ટ, બાલમુકુન્દ કે. ભટ્ટના બહેન તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.14-4-2025ના સોમવારે સાંજે 4થી 5 સલાટ વાડી, નવાપરા, માંડવી ખાતે.  

માધાપર : મૂળ વિંગણિયા ડાહ્યાબેન શક્તિદાન રોહડિયા (ઉ.વ. 75) તે સ્વ. શક્તિદાન રવિદાન રોહડિયાના પત્ની, કુસુમબેન રાધાકૃષ્ણ અયાચી, આનંદ, વિનોદ, હરદેવના માતા, સ્વ. પિંગળશી, કરશીદાન, સ્વ. ભરતદાન, સ્વ. પાર્વતીબેન, સ્વ. સરસ્વતીબેન, સીતાબેન, દેવીદાન રાજવીર, પ્રતાપદાન રાજવીરના ભાભી, ગિરિજા, આદિત્ય, રૂદ્ર અને વિશ્વાના દાદી, આરતી, આશુતોષના નાની, સ્વ. રામબાઇબેન પ્રતાપદાન ખડિયા (ધામાય)ના પુત્રી તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન દેવલવિલા, માધાપર-જૂનાવાસ, વિશાલનગર, ભુડિયા બજાર, શેરી નં. 3 ખાતે તા. 13-4-2025ના રવિવારથી 17-4-2025 ગુરુવાર સુધી. 

નિરોણા : મૂળ ખાવડા જમનાબેન (ઉ.વ. 82) તે સુંદરજી જીવરાજ રાજદેના પત્ની, સ્વ. મીણાબેન જીવરાજ રાજદેના પુત્રવધૂ, સ્વ. કેશવજી તથા સ્વ. દેવજીના નાનાભાઈના પત્ની, હરખાબેન મેઘજી તથા કેશરબેન કાનજીના ભાભી, સ્વ. મકનજી, સ્વ. દયારામ, સ્વ. બબીબેન, સ્વ. ચિત્રાબેનના ભાભી, ભરતભાઈ, સ્વ. બકુલભાઈ, કાંતિભાઈ, હર્ષદભાઈ, સુશિલાબેનના માતા, પ્રવીણાબેન, ગં.સ્વ. પારૂલબેન, કવિતાબેન, ભાવનાબેન, ગિરીશભાઈ દાવડાના સાસુ, સ્વ. ખીમજી હરજી દાવડાના પુત્રી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મૂલજીભાઈ, સ્વ. હસ્તાબેન, સ્વ. દેવાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. જેઠીબેન, સ્વ. ભોગીલાલના બહેન, મીતેશ, અતુલ, દિવ્યા, કુણાલ, સચિન, વંશ, મનન, હેમાલી, ક્રિષા, શિવમના દાદી, પુનીતભાઈ તન્નાના દાદી સાસુ, વિવેક, હેત્વીના નાની, નીમેશભાઈ, રિયાબેનના નાની સાસુ તા. 14-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી બંને પક્ષની નિવાસસ્થાન (નિરોણા) તા. 13-4-2025ના 4થી 5 તથા પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે 4થી 5 પારેશ્વર મહાદેવ, મંદિર નિરોણા મધ્યે.

દહીંસરા (તા. ભુજ) : કુંભાર હાજી અબ્દુલા સાલેમામદ (ઉ.વ. 69) તે અબ્દુલ રજાક, અબુબકર, આમદના પિતા, હાજી ઓસમાણ સાલેમામદ, મ. અલીમામદ સાલેમામદ, મ. મામદ સાલેમામદના ભાઇ, હાજી જુસબ રમજાન (મોટા આસંબિયા)ના સાળા, યુસુફ કુંભાર (પત્રકાર)ના કાકા, સલીમના મોટા બાપા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2025ના સવારે 10થી 11 નિવાસસ્થાન, રામપર રોડ, દહીંસરા ખાતે. 

શેરડી (તા. માંડવી) : સંઘાર જેતબાઇ ભાણજીભાઇ (ઉ.વ. 81) તે સ્વ. સંઘાર ભાણજીભાઇ મમુભાઇના પત્ની, સંઘાર શિવજી, કાનજી, કમલેશ, હરેશ, હંસાબેન તથા ધનાબેનના માતા, સંઘાર ભીમજી હાજાભાઇ, સંઘાર વેલજી હાજાભાઇના મોટા બહેન તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને શેરડી ખાતે. 

વાંઢ (તા. માંડવી) : જુણેજા મરિયાબાઇ અધ્રેમાન (ઉ.વ. 78) તે મ. અધ્રેમાન રબનાસાઇના પત્ની, જુમા અધ્રેમાનના પુત્રી, હારૂન, ઇકબાલના દાદી તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2025ના સોમવારે 11થી 12 વાંઢ ખાતે. 

હટડી (તા. મુંદરા) : અજિતસિંહ તખુભા જાડેજા (નિવૃત્ત એએસઆઇ) (ઉ.વ. 68) તે સ્વ. તખુભા ગગુભા જાડેજાના પુત્ર, દિલુભા, ભૂપતસિંહ, નરપતસિંહના ભાઇ, હરદીપસિંહ (ગુજરાત પોલીસ), યુવરાજસિંહ (બિનસચિવ ક્લાર્ક)ના પિતા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હટડી ખાતે.

રતડિયા (તા. નખત્રાણા) : જાડેજા ચાંદુભા કેશુભા (ઉ.વ. 83) તે જાડેજા કેશુભા માલાજીના પુત્ર, ભીખુભા, હરિસિંહ, કનકસિંહ, ધનુભાના પિતાભાણજીભા, ઉમરસંગ, ગોવિંદજીના મોટા ભાઇ, જેઠુભા, ખેંગારજી, ખાનજીના કાકાઇ ભાઇ, હિમતસિંહ, કનુભા, ચતુરસિંહ, મહેન્દ્રસિંહ, જિતેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ, ભુરુભા, નરેન્દ્રસિંહ, દીપકસિંહ, દિલીપસિંહના મોટા બાપુ, રાસુભા, ઉમરસંગનાના કાકા, ધનુભા (હીરાપર)ના સસરા, રાજેન્દ્રસિંહ, વિશ્વરાજ, રૂદ્રરાજ, કર્મદીપ, રીટાબા, અનસૂયાબાના દાદા તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-4-2025ના નિવાસસ્થાન રતડિયા, નિવાસસ્થાને. 

કોટડા રોહા (તા. નખત્રાણા) : જત મીઠુ જુમા  (ઉ.વ. 70) (મોડાસાવાળા) તે મ. ઉમર, હાસમ, દાઉદના ભાઇ, કરીમ, રમજુના મોટાબાપા, લતીબ ઇસ્માઇલના ભાણેજ, જત ઇબ્રાહીમ હસણના માસિયાઇ ભાઇ તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2025ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે. 

કોટડા (જ.) (તા. નખત્રાણા) : ઉમરાબેન જેપાર (ઉ.વ. 65) તે સ્વ. ધનજીભાઈના પત્ની, સ્વ. લક્ષ્મીબેન ઉમરાના પુત્રવધૂ, વાલબાઈ ડાયાભાઈ હીરાના પૌત્રવધૂ, સામજીભાઈ, કરસનભાઈના ભાભી, દેવજી, રતિલાલ, જિતેન્દ્ર, ભચીબેન વેલજી સીજુ (ગણેશનગર), રત્નાબેન મેઘજી પરગડુ (લાખાપર)ના માતા, રાજાભાઈ કરશન પાયણ (અંગિયા), મોહનભાઈ કરસન પાયણ (અંગિયા)ના બહેન, દીપા, અંજલિ, વર્ષા, ચંદ્રેશ, અજય, પ્રફુલ્લના દાદી તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-4-2025ના તેમજ ઘડાઢોળ તા. 15-4-2025ના સવારે 6.25 કલાકે નિવાસસ્થાને. 

મોખરા (તા. અબડાસા) : મેમણ ઇકરાબાઇ મામદ કાસમ તે મામદ કાસમ જીપવાલાના પત્ની, સુલેમાન, ઇબ્રાહીમના ભાભી, નૂરમામદ, અલીમામદના ભાઇના પત્ની, મામદ નૂરમામદ (મિંઢિયારી)ના ભાણેજના પત્ની તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મોખરા ખાતે નિવાસસ્થાને.  

અમદાવાદ : મૂળ ભુજના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ નરેશ દુલેરાય ભટ્ટ (ઉ.વ. 62) તે ગં.સ્વ. સાવિત્રીબેન તથા સ્વ. દુલેરાય ચંદુલાલ ભટ્ટના પુત્ર, જાગૃતિ નરેશ ભટ્ટના પતિ, સાગર તથા વિશ્વાના પિતા, ભાગ્યશ્રીના સસરા, સ્વ. વિજયશંકર જેઠાલાલ દવેના જમાઈ, સ્વ. મીનાબેન તથા નિલાંગના બનેવી, સ્વ. ભદ્રેશ તથા ગિરીશ તથા મનીષના ભાઈ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે.  પ્રાર્થના સભા મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ યજ્ઞ શાળા, આશાપુરા મંદિર પાસે, ભુજ ખાતે તા. 14-4-2025ના સોમવારે સાંજે 5થી 6.

જૂનાગઢ : વડનગરા નાગર મૌલેશભાઇ નિરંજનરાય કિકાણી (નિવૃત્ત પુરવઠા નિગમ-જૂનાગઢ) (ઉ.વ. 64) તે સ્વ.નિરંજનભાઇ એન. કિકાણી (નિવૃત્ત શિક્ષક વિવેકાનંદ હાઈસ્કૂલ-જૂનાગઢ), સ્વ. શર્મિષ્ઠાબેન કિકાણીના પુત્ર, શૈલેષભાઈ તથા સ્વ. હીનાબેન વિભાકરભાઈ અંતાણી (ભુજ)ના મોટા ભાઈ, નેહલબેન કિકાણીના જેઠ, પૂર્વા અંતાણીના મામા, રિદ્ધિ કિકાણીના કાકા, વિભાકરભાઈ એન. અંતાણી (ભુજ)ના સાળા તા. 12-4-2025ના જૂનાગઢ ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-4-2025ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન, બોમ્બે પ્લાઝા, અક્ષર જ્વેલર્સની બાજુમાં, હેઠાણ ફળિયા, નાગર રોડ, જૂનાગઢથી નીકળશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd