કેરા (તા. ભુજ), તા. 7 : વધુ રન અને
બેટિંગ સાતત્ય સાથે ટી-20 આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં કેમ્પન વતી રમતા મિરજાપરના ધીરેન ગોંડરિયાએ રેન્કિંગમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત
કરી `કચ્છી ગૌરવ' બન્યો હતો. તેણે 15 મેચમાં 14 ઈનિંગ્સ રમી 603 સ્કોર કર્યો હતો. પ્રથમ ક્રમે ભારતના ઈશાન કિશને 25 ઈનિંગ્સમાં 905 સ્કોર કર્યો હતો. કેન્યાની
ટીમનો ઓપનર બેટધર ધીરેન કોન્ટીનેટ કપ - 2026માં તેના શાનદાર પ્રદર્શન માટે એસોસિયેટ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે
પણ પસંદગી પામ્યો હતો. આ કપમાં સાત ઈનિંગ્સ, 366 રન, 73.20 સરેરાશ, 172 સ્ટ્રાઈક
રેટ, ચાર અડધી સદી, 29 ચોગ્ગા, 27 છગ્ગા, 94 સર્વોચ્ચ
સ્કોર અને ચાર કેચના દેખાવ સાથે તે છવાયો હતો. નોંધપાત્ર સાતત્ય સાથે ઝળકેલા ધીરેનને
કેન્યા ક્રિકેટ કાઉન્સિલે સન્માનિત કર્યો હતો. મિરજાપર ગામના યુવાનની સફળતા માટે મહંત ધર્મનંદનદાસજી સ્વામી, સાં.યોગી મહંત સામબાઈ ફઈએ, તો ગામના અગ્રણી પ્રવીણભાઈ પિંડોરિયાએ બિરદાવ્યો હતો.