• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

માતાના મઢ પદયાત્રીઓની સુરક્ષા, સુવિધા અર્થે `નેત્રમ' દ્વારા દેખરેખ

ભુજ, તા. 7 : હાલ માતાના મઢ પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા અર્થે ભુજ ક્ષેત્રમાં નેત્રમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસના નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા ભુજ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત સીસીટીવી કેમેરાઓ દ્વારા માતાના મઢ દર્શનાર્થે આવતા પદયાત્રીઓના રૂટ પર સઘન મોનિટારિંગ, સર્વેલન્સ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર તેમજ રૂટ પર ટ્રાફિક બાબતે ફિલ્ડ પરની પોલીસ સાથેના સંકલન દ્વારા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેઓના રૂટ પર  સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પદયાત્રીઓની સલામત અને સરળ અવરજવર માટે સીસીટીવી મોનિટરિંગ દ્વારા  ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે.  સીસીટીવી મોનિટરિંગ દરમિયાન રૂટ પર વાહનોનું ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અવરોધ, વધુ વાહનવ્યવહાર અથવા પદયાત્રીઓની અવરજવરને અસર કરતી કોઈપણ પરિસ્થિતિ ધ્યાને આવતાં તાત્કાલિક ફિલ્ડમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને જાણ કરવામાં આવે છે.  પદયાત્રાના માર્ગ પર  મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોઈ ચોરી, મોબાઈલ, સ્નાચિંગ, ખિસ્સાકાતરી તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સીસીટીવી દ્વારા મોનિટરિંગ સર્વેલન્સ થઈ રહ્યાની વિગતો નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા જણાવાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd