• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

રામબાગ રોડ પર અકસ્માત રોકવા સ્પીડબ્રેકર બનાવો

ગાંધીધામ, તા. 7  : આદિપુર કોલેજ સર્કલથી હીરાલાલ પારેખ સર્કલ સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને ડામર રોડ બનાવાઈ રહ્યો છે. આ રામબાગ રોડ ઉપર ગંભીર અકસ્માતો ટાળવા માટે સ્પીડબ્રેકર બનાવવાની માંગ સાથે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે.રામબાગ રોડ ઉપર અગાઉ સ્પીડબ્રેકરના અભાવે અનેક અકસ્માતો સર્જાયા છે, આંતરિક વિસ્તારોમાં જવા માટે રોડ ઉપર અનેક જગ્યાએ કટ છે, સ્પીડબ્રેકરના અભાવે અકસ્માતો સર્જાઇ રહ્યા છે, લોકોની અમૂલ્ય જિંદગી જોખમાઈ રહી છે, રામબાગ રોડ ઉપર સ્પીડબ્રેકર બનાવવાની માંગ સાથે ધારાશાસ્ત્રી એન. જે. તોલાણીએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 23 કરોડના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે, હાલના સમયે ડામર પાથરવામાં આવી રહ્યો છે તેમની ગુણવત્તા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ફૂટપાથનું કામ પણ સવાલોના ઘેરામાં છે. અહીં મહાનગરપાલિકાના એન્જિનીયારિંગ વિભાગની દેખરેખના અભાવે મનસ્વી રીતે કામ થતું હોવાના આક્ષેપો છે. સરકાર વિકાસ માટે અને લોકોને માળખાગત સુવિધાઓ મળી રહે તે હેતુસર લોકોના ટેક્સના રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. મહાનગરપાલિકામાં જવાબદારોની અનદેખીથી કામોમાં ગુણવતા જળવાતી નથી. કમિશનર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઊઠી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd