• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

કંડલા ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં વિશ્વના ઉદ્યોગકારો ભાગીદાર બને

ગાંધીધામ, તા. 7 : ઉદ્યોગ અને પોર્ટ વચ્ચેનો સંવાદ માત્ર ચર્ચા પૂરતો સીમિત ન રહે, પરંતુ તેને નક્કર સહયોગ અને વાસ્તવિક પ્રોજેક્ટ્સ તરફ આગળ વધારવો જોઈએ  તેવો સૂર દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત  કંડલા ફોરમ   એન્કરિંગ મેરીટાઇમ ડિકાર્બોનાઈઝેશન દરમ્યાન વ્યક્ત કરાયો હતો. આ વેળાએ વિશ્વના  ઉદ્યોગોને કંડલા ખાતે રોકાણ કરવા  માટે આમંત્રિત કરાયા હતા, ફોરમમાં જ્ઞાનની આપ-લે અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઇડ્રોજન, સ્વચ્છ ઊર્જા, શાપિંગ, શિપબિલ્ડિંગ, એન્જિનીયારિંગ, ટેક્નોલોજી અને નાણાકીય ક્ષેત્રોના અગ્રણી, ગ્લોબલ તેમજ ભારતીય હિતધારકોએ એક મંચ ઉપર એકત્રિત થઈને  હરિત ઊર્જા અંગે મંથન કર્યું હતું. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે  ગ્લોબલ ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે કંડલાના ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ મેરીટાઇમ એનર્જી ટ્રાન્ઝિશનમાં કંડલાની ઊભરતી ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. અધ્યક્ષેઁ વર્તમાન અને આયોજિત ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. તેમાં વીજળી, પાણી અને જમીનની ઉપલબ્ધતા, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ માટેની સુવિધાઓ, મેથેનોલ બંકારિંગ તેમજ રોકાણ, સંયુક્ત સાહસો અને નવી ટેક્નોલોજીનાં અમલીકરણ માટેની તકોનો સમાવેશ થતો હતો. તેમણે ગ્લોબલ ઉદ્યોગના અગ્રણી લીડર્સને કંડલા સાથે નજીકથી જોડાઈને તેના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં ભાગીદાર બનવા આમંત્રિત કર્યા હતા. વિશ્વના પ્રતિનિધિઓ સાથેની  ચર્ચા દરમિયાન ગ્રીન એનર્જી ક્ષેત્રમાં કંડલાની વધતી જતી ક્ષમતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં ડીપીએ ખાતે એક મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન કાર્યરત પ્લાન્ટ પોર્ટે વધુ સુવિધાઓ,  ભારતનું પ્રથમ મિથેનોલ બંકારિંગનું  સફળ ટ્રાયલ,  કંડલા ભારત-યુરોપ ગ્રીન શાપિંગ કોરિડોર અંગેના અભ્યાસોમાં ડીપીએની મહત્ત્વની ભૂમિકા સહિતની   માહિતી અપાઈ હતી. કંડલા ફોરમની મુખ્ય વિશેષતા તેનું સંવાદ આધારિત ફોર્મેટ હતું. કોન્ફરન્સથી અલગ, અહીં ડીપીએના  અધિકારીઓ સાથે વિવિધ ક્ષેત્રોને અનુરૂપ સીધી ચર્ચાઓ યોજાઈ હતી. ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગેસિફાયર્સ, ગ્રીન એમોનિયા, મિથેનોલ અને ઈ-ફ્યુઅલ્સ, વીજળી-પાણી-જમીન, એન્જિનીયારિંગ અને ઈપીસી, મેરીટાઇમ બંકારિંગ, શિપબિલ્ડિંગ, ગ્રીન ફ્યુઅલ આધારિત એન્જિન્સ અને ફાઇનાન્સિંગ જેવાં મુખ્ય ક્ષેત્રોમાં કેન્દ્રિત ચર્ચાઓ થઈ હતી. પ્રતિનિધિ મંડળ દ્વારા નિર્માણાધીન ઈ-મેથેનોલ સુવિધા, ઓઇલ જેટી, ભારતનો પ્રથમ મેગાવોટ-સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. પ્રશાસનિક ભવન ખાતે ટેક્નોલોજી એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમનાં સમાપન સમયે રોકાણમાં રસ દર્શાવતી રજૂઆતોને આગળ વધારવા અને ચર્ચાઓને નક્કર ભાગીદારીમાં પરિવર્તિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. - વિવિધ ક્ષેત્રના 200 જેટલા લીડર એક મંચ ઉપર એકત્રિત થયા : ગાંધીધામ, તા. 7 : ફોરમમાં ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો, જેમાં હાઇડ્રોજન કાઉન્સિલની 62 સભ્ય કંપનીઓના 200થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. તેમાં ઇલેક્ટ્રોલાઇઝર અને સાધનોના ઉત્પાદકો, ઊર્જા અને ઔદ્યોગિક ગેસ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ, એન્જિનીયારિંગ અને ઊઙઈ કંપનીઓ, મોબિલિટી ઉત્પાદકો, શાપિંગ અને મેરીટાઇમ સંસ્થાઓ, ક્લાસિફિકેશન સંસ્થાઓ તેમજ પ્રોજેક્ટ ફાઇનાન્સ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. આ રીતે ફોરમમાં લગભગ 200 વરિષ્ઠ લીડર્સ એક જ મંચ પર એકત્રિત થયા હતા. - ડીપીએ ગ્રીન મેરીટાઈમનું ઊભરતું હબ : ગાંધીધામ, તા. 7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દીનદયાલ પોર્ટ ઓથોરીટી  2070 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે સક્રિયપણે કાર્યરત છે. તેના વિસ્તરી રહેલા ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ ઇંધણના ઇકોસિસ્ટમ દ્વારા પોર્ટને ગ્રીન એનર્જી, ટકાઉ શાપિંગ અને મેરીટાઇમ ડિકાર્બોનાઇઝેશનના ઉભરતા હબ તરીકે વિકસિત કરી રહ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd