• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

`કોહલીએ પ્રેમાનંદ મહારાજને મળવા પાંચ કરોડ લીધા હોવાનો દાવો ખોટો'

નવી દિલ્હી, તા. 7 : વિરાટ કોહલીએ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજનાં આશ્રમની યાત્રા કરવા માટે પાંચ કરોડ રૂપિયા લેવાના દાવાને ખોટો ઠેરવ્યો છે. કોહલીના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા દાવા પૂરી રીતે પાયાવિહોણા, ખોટા અને તથ્યાત્મક રીતે અયોગ્ય છે. રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યના રહસ્યમયી મૃત્યુ બાદ આરોપ સામે આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી મહારાજે દાવો કર્યો હતો કે પ્રેમાનંદ મહારાજના આશ્રમ જવા માટે કોહલીને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેનાથી આધ્યાત્મિક ગુરુની લોકપ્રિયતામાં વધારો થયો હતો. આ આરોપોને નકારતા કોહલીની ટીમે કહ્યું હતું કે ફલાહારી મહારાજ દિનેશ શર્માએ વિરાટ કોહલી અંગે જે દાવા કર્યા છે તે પૂરી રીતે ખોટા અને પાયાવિહોણા છે. કોહલી પોતાની આસ્થા અને શ્રદ્ધાના કારણે પ્રેમાનંદ મહારાજને મળે છે. તેઓ મીડિયાને પણ અનુરોધ કરે છે કે તથ્યોની તપાસ કરીને આવા દાવાઓ અંગે સાવધાની વર્તવામાં આવે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd