• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

વારાણસીથી વડનગર યાત્રાનું સમાપન

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડનગર ખાતે વારાણસીથી વડનગર સેવા યાત્રાનો સમાપન સમારોહ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં 10 રાજ્યોમાં ભ્રમણ કરીને આવેલા 500 બાઇકર્સ અને સેવા યાત્રીઓનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર 2001ના નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું હતું અને તેમણે સત્તાને પદ નહીં પણ સેવાનું સાધન માન્યું છે. તેમના સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને ગુજરાતની યુવાશક્તિ વી વિલ ડુ ઇટના આહવાન સાથે વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, નારી શક્તિ અને યુવાનોના કલ્યાણ સાથે દરેક નાગરિકમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો વિશ્વાસ જગાવ્યો છે ભૂકંપ અને અન્ય પડકારોને તકમાં પલટાવીને વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યને  ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર  બનાવ્યું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉમેર્યું હતું કે, વડનગરની પવિત્ર ભૂમિએ દેશને વિરલ લાલ આપ્યો છે અને સતત 25 વર્ષ સુધી એક પણ દિવસ આરામ લીધા વગર દેશસેવા કરવી એ અદભૂત સિદ્ધિ છે.  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, વડનગરની માટીએ દેશને વિઝનરી જનનાયક આપ્યા છે અને આ સેવા યાત્રાએ દેશની અખંડિતતા તથા સામાજિક સમરસતાને નવી ઊર્જા પૂરી પાડી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની 25 વર્ષની આ સફર `જન સેવા થી રાષ્ટ્ર સેવા' અને સંકલ્પથી સિદ્ધિ સુધીની સમર્પિત યાત્રા છે.  આ યાત્રા દરમિયાન યુવાનોએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કર્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd