નવી દિલ્હી, તા. 6 : ન્યૂઝીલેન્ડના
આગામી મહત્ત્વપૂર્ણ પ્રવાસ માટે ભારતીય ટી-20 ટીમ તેમજ ભારત-એ ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
અનુભવી બોલર ભુવનેશ્વર કુમારની ચાર વર્ષે ટીમમાં વાપસી થઈ છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય
સિનિયર ટીમ યજમાન ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની હાઈ-વોલ્ટેજ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે, જ્યારે સમાંતરે ઇન્ડિયા-એ ટીમ ન્યૂઝીલેન્ડ એ
સામે ત્રણ ચાર-દિવસીય (મલ્ટિ-ડે) મુકાબલાઓમાં ટકરાશે. આ ટીમ પસંદગીનું સૌથી લાંબા સમય બાદ ભુવનેશ્વરને ફરી એકવાર ટીમમાં જવાબદારી
સોંપવામાં આવી છે. ભુવી ટીમના પેસ આક્રમણને
બહોળો અનુભવ અને નિયંત્રણ પૂરા પાડશે. આ સાથે જ બોર્ડે કેપ્ટનશિપની ધુરા શ્રેયસ ઐયરના
હાથમાં સોંપી છે, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્માને ઉપ-કપ્તાન
તરીકે નિયુક્ત કરીને ભવિષ્યના નેતૃત્વનો સંકેત આપ્યો છે. 16 સભ્યની ટી-20 ટીમમાં યુવા જોશ અને અનુભવનું
ઉત્તમ સંતુલન સાધવામાં આવ્યું છે. ટોપ ઓર્ડર અને વિકેટકાપિંગ માટે સંજુ સેમસન તથા ઈશાન
કિશનની જોડી સાથે વિસ્ફોટક અભિષેક શર્મા અને ઊભરતી પ્રતિભા વૈભવ સૂર્યવંશીને સ્થાન
અપાયું છે. ઓલરાઉન્ડ વિભાગમાં અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર જેવા પ્રભાવશાળી
ખેલાડીઓ મોજૂદ રહેશે. પેસ આક્રમણમાં ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ સાથે ઝડપી બોલર
મયંક યાદવ અને પ્રિન્સ યાદવનો સમાવેશ કરાયો છે, જ્યારે સ્પિન
વિભાગની જવાબદારી કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તી સંભાળશે. બીજી તરફ ઇન્ડિયા-એ ટીમની
કમાન વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને સોંપવામાં આવી છે. આ ટીમમાં યશસ્વી જયસ્વાલ,
કે.એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શન
જેવા ટેસ્ટ સ્તરના મજબૂત બેટ્સમેનોનો સમાવેશ થાય છે.