• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં ઓસ્લોનું વરસાદી નાળું મચ્છરોનું ઉત્પત્તિ કેન્દ્ર બન્યું

ગાંધીધામ, તા. 7 : ડો. આંબેડકર બ્રિજથી ઓસ્લો ટોકીઝ થઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ જતા માર્ગનું સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને આઇકોનિક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની બાજુમાં જ રહેલું વરસાદી નાળું હવે રોગચાળાનું કેન્દ્ર બને તેવી ભીતિ ઊભી થઈ છે.આ વરસાદી નાળાંમાં શેવાળ જામેલું દૂષિત પાણી મચ્છરોનું ઉત્પત્તિ કેન્દ્ર બન્યું છે અને રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. લાંબા સમયથી આ નાળાંમાં દૂષિત પાણી ભરાયેલું છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. આઇકોનિક માર્ગ અને બ્યુટીફીકેશન એટલે કે સુંદરતાની વાતો કરવામાં આવે છે તે મુજબનું જમીન ઉપર કામ થતું નથી. આ નાળાંમાં ભરાયેલું  પાણી સુંદરતામાં તો બટ્ટો લાગવેજ છે, પણ લોકોનાં સ્વાસ્થ્ય માટે પણ ખતરો બની ગયું છે. રોડનું નવીનીકરણ કરતા કોન્ટ્રાક્ટરે નાળાંની સફાઈ કરવાની છે કે મહાનગરપાલિકાના તંત્રએ આ બાબતે એન્જિનીયરિંગ વિભાગ અજાણતા બતાવે છે. આ વરસાદી નાળું ઓસ્લોથી હાઇ-વે તરફ જતા રસ્તા સાથે વધુ જોડાયેલો છે અને નજીકમાં જ શ્રમ જેવી પરિવારોની વસાહત છે દૂષિત પાણી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે.  શહેરમાં મહાપાલિકા દ્વારા વિવિધ સારા કાર્યો કરાઈ રહ્યાં છે, ત્યારે વહીવટી તંત્રએ અહીં નિરીક્ષણ કરીને સફાઈ અને જરૂરી પગલાં ભરીને કાયમી ઉકેલ લાવવો આવશ્યક છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તંત્ર દ્વારા આ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવે તેવું જાગૃત નાગરિક સુરેશભાઈ ગુપ્તાએ  જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd