ગાંધીધામ, તા. 6 : શહેરના સેક્ટર 1-એ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના
જનરેટરની રૂા. 10,000ની બેટરીની બે શખ્સે ચોરી કરી
હતી. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા અને સેક્ટર 1-એમાં કિલ્લોસ મેડિકલ સ્ટોર ચલાવતા વિજય સુરેશ ઠક્કરે બનાવ અંગે
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 30/9ના મેડિકલમાં હતા ત્યારે અચાનક લાઇટ જતાં જનરેટર ચાલુ થયું નહોતું
જેથી ડો. ભાવિન ઠક્કર જનરેટર જોવા જતાં તેમાંથી બેટરી ગાયબ જણાઇ હતી. તા. 29/9ના સી.સી. ટી.વી. ફૂટેજ તપાસ
કરતાં રાત્રે એક શખ્સ જનરેટરમાંથી બેટરી ચોરતો નજરે ચડયો હતો તથા બાદમાં બે શખ્સ આવી
બાઇક પર આ બેટરી લઇને નાસી ગયા હતા. હોસ્પિટલમાં દર્દીઓ હોવાથી જનરેટરમાં તાબડતોબ બીજી
બેટરી લગાવી ફરિયાદીએ ગઇકાલે રાત્રે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.