• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં અસમાન વધારો

વિશ્વના દેશો પર સીધી કે આડકતરી રીતે ઈરાન અને અમેરિકાના સંઘર્ષની અસર સતત ઘેરી બનતી રહી છે. વૈશ્વિક માંગના સંદર્ભમાં ઔદ્યોગિક ઉત્પાદનની સામે ઊભા થયેલા પડકારો દુનિયાનાં અર્થતંત્રો પર દબાણ સર્જી રહ્યાં છે. આવામાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો દર (આઈઆઈપી) સારો એવો ઉંચકાયો છે.  પ્રતિકુળ પરિસ્થિતિઓમાં આ દરમાં વધારો ખરા અર્થમાં મોટી ઉપલબ્ધી ગણી શકાય તેમ છે, પણ બારીકાઈથી જોતાં આ વધારો તમામ ક્ષેત્રોમાં સમાન ધોરણે રહ્યો નથી.   ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આઈઆઈપીમાં આઠ ટકાનો ઉત્સાહજનક વધારો નોંધાયો હતો.  બાંધકામ ક્ષેત્રમાં સારા દેખાવ તથા વીજળી અને ગેસના પુરવઠામાં નોંધપાત્ર વૃદ્ધિના આધારે આઈઆઈપીમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં આઈઆઈપીમાં આ વધારો 7.4 ટકા રહ્યો હતો.  નેન્શલ સ્ટેસ્ટિકલ ઓફિસ દ્વારા અપાયેલા આકડાકીય પૃથ્થકરણ મુજબ બાંધકામ ક્ષેત્રમાં નવ ટકાનો, વીજળી અને ગેસના પુરવઠામાં 12.3 ટકાનો મજબૂત વધારો થયો છે.  આઈઆઈપી નક્કી કરવાના નવા માપદંડ સાથેની શ્રેણીના આ પાંચમી વખતના આંકડા છે.  ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આઈઆઈપીમાં માત્ર 4.7 ટકા વધારો જ થયો હતો.  આ ઊજળા આંકડા વચ્ચે વાસ્તવિક્તા એ છે કે, આઈઆઈપીમાં યોગદાન આપતાં અન્ય ક્ષેત્રોનો દેખાવ ચિંતાજનક રહ્યો છે.  ખનન ક્ષેત્રમાં પ.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ખનન ક્ષેત્રનો વધારો અધધધ 15.8 ટકા નોંધાયો હતો.  આમ ઔદ્યોગિક વિકાસદરના આંકડા સમાન ધોરણે રહ્યા નથી. અકે તરફ આઈઆઈપીમાં ઉત્સાહજનક વધારો થયો છે, પણ તેની સરખામણીએ ખનન ક્ષેત્રમાં ચિંતાજનક સ્થિતિ રહી છે, જે ઉત્પાદન માટે ચાવીરૂપ ખનન ક્ષેત્ર નબળું પડી રહ્યંy હોય, તો નજીકના દિવસોમાં તેની નકારાત્મક અસર આઈઆઈપી પર પડી શકે છે.  સરવાળે વિકાસ અસંતુલિત થઈ જાય એવી આશંકાને પણ નકારી શકાય નહીં. ઉત્પાદન ક્ષેત્ર માટે ચાવીરૂપ ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે, જેની અસર કિંમતો પર પડી રહી છે.  ભાવો વધી રહ્યા છે તેને પગલે બજારમાં માંગ ઘટી રહી છે.  ગ્રામીણ વિસ્તારોની બજારોમાં ભારે સુસ્તી છે.  આવામાં આર્થિક વિકાસના આંકડા પણ જોખમાય એવી સ્થિતિ છે, પણ આઈઆઈપીમાં બાંધકામના આંકડામાં વધારો જળવાઈ રહે, તો તેની હકારાત્મક અસર સર્વાંગી આર્થિક વિકાસ પર અનુભવાઈ શકે છે.  બાંધકામ ક્ષેત્ર મજબૂત હોય, તો રોજગારીની તકો પણ વધી શકે છે.  આમ થાય તો સમાન્ય વર્ગની ખર્ચશક્તિ મજબૂત થઈ શકે છે. આમ અર્થતંત્રના એકમેક પર આધારિત ચક્રમાં બાંધકામ ક્ષેત્રની મજબૂતી સર્વાંગી ચિત્રને ઊજળું બનાવી શકે છે,  પણ સરકારે અને સંબંધિત ક્ષેત્રોએ એકલદોકલ ક્ષેત્રના દેખાવ પર આધારિત બનવાને બદલે  તમામ ક્ષેત્રોને ચેતનવંતા બનાવવા પર હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે. આમ થાય તો કોઈ પણ પડકારભર્યા સમયમાં વિકાસના અન્ય વિકલ્પ હાથવગા રહી શકે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd