ભુજ, તા. 6 : માધાપરમાં બે દિવસ પહેલાં કાળા
કલરના મોપેડ-સ્કૂટર પર આવેલા બે અજાણ્યા લુખ્ખા વૃદ્ધાના ગળામાંથી સોનાંની ચેઈનની ચીલઝડપ
કરી નાસી છૂટયા હતા. ગત તા. 4/10ના સવારે
7:30 વાગ્યાના અરસામાં માધાપરના
બાપાદયાળુ નગર ખાતે રહેતા 75 વર્ષીય વૃદ્ધ
ચંદ્રિકાબેન જયંતીલાલ બુદ્ધભટ્ટી તેમના ઘરની બાજુમાં આવેલા ઓમકારેશ્વર મંદિર ખાતે દર્શન
કરવા ગયા હતા ત્યારે પગે ચાલીને જતા તે વેળાએ કાળા કલરના મોપેડ-સ્કૂટરથી આવેલા બે શખ્સે
ચંદ્રિકાબેનના ગળામાં હાથ નાખી ચેઈન ખેંચી
લીધી હતી અને તેમને નીચે પટકી દીધા હતા. રાડારાડ કરતાં બન્ને નાસી છૂટયા હતા. સોનાંની
ચેઈન 17 ગ્રામની કિં. રૂા. એક લાખની
હોવાનું ભોગ બનનારના જમાઈ પરસોત્તમભાઈ ખેંગારભાઈ સોલંકી (સોની)એ માધાપર પોલીસ મથકે
નોંધાવેલી ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.