• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અંજાર : ટ્રાફિક વ્યવસ્થા અર્થે પોલીસ દ્વારા પોલ ઊભા કરાયા

અંજાર, તા. 6 : આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના દેવળિયા નાકાથી 12 મીટર રોડ થઇ ગંગા નાકા સુધીના માર્ગ પર મોટા વાહનો, કોરીડોર વાહનોને પ્રવેશ ન મળે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક પોલ લગાવવામાં આવ્યા છે. બજારમાં સવારના 10થી રાત્રિના 9 સુધી મોટાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તહેવારો દરમ્યાન બજારમાં લોકોની અવરજવર તથા વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે આ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે વાહનવ્યવહાર સુચારુ, રાહદારીઓ, નાના વાહનચાલકોને સરળતા રહે તેવી અપેક્ષા છે. પોલીસની આ કામગીરીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા નિર્ધારિત સમય દરમ્યાન મોટા વાહનો લઇને પ્રતિબંધિત માર્ગ પર પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd