• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ખોટા મતદારોને બચાવીને કોંગ્રેસ કોને ફાયદો પહોંચાડવા માગે છે ? : ભાજપ

નવી દિલ્હી, તા. 6 : મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પક્ષોના ધરણા અને રાહુલ ગાંધીના દેખાવોને લઇને ભાજપે રાહુલ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ બંધારણનું ઉલ્લંઘન કરે છે. તેમનું જૂઠાણું બેનકાબ થઇ ગયું. ધરણામાં મોટા નેતાઓ નહોતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, આપણા મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસનો પ્રથમ પરિવાર ચાર પેઢીથી લોકતંત્રની આડમાં રાજાશાહી ચલાવી રહ્યો છે અને હકીકતમાં તો લોકતંત્રને ગળે ટૂંપો આપી રહ્યો છે. કોંગ્રેસે કોઇ બંધારણીય ક્ષમતાને છોડી નથી. કોંગ્રેસ બનાવટી મતદારોને બચાવીને કોને ફાયદો પહોંચાડવા માગે છે. ત્રિવેદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ચૂંટણીપંચને મળવા માગતા જ નહોતા. આ રાહુલને લોન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd