• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

સ્મૃતિ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની નવી કપ્તાન બની

નવી દિલ્હી, તા. 6 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સત્તાવાર રીતે મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને સોંપવાની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર પદ પરથી હટયા બાદ મંધાનાને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં ભારતીય મહિલા ટીમના નવા નિયમિત કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સ્મૃતિ, જેણે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તે લાંબા સમયથી વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવી રહી હતી અને ભારતીય ક્રિકેટને નવા યુગમાં લઈ જવામાં તેનો વિશાળ અનુભવ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. - સ્મૃતિ મંધાનાની શાનદાર કારકિર્દી : સ્મૃતિ મંધાના પાસે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ ફ્રેન્ચાઈઝી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ એક મહાન કેપ્ટનશિપનો અનુભવ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd