નવી દિલ્હી, તા. 6 : કેન્દ્રીય
કેબિનેટે આજે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ ઓથોરિટી (આઈટીએલએ)ની સ્થાપનાનો
અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો
માટે રૂા. 10000 કરોડનું ભંડોળ આપવાના નિર્ણય લીધા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ નિર્ણયોથી દેશનાં પરિવહન તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી દિશા મળશે. આઈટીએલએનું
લક્ષ્ય પરિવહન અને લોજિસ્ટિક ક્ષેત્રમાં સંશોધન, આયોજન,
મૂલ્યાંકન, દેખરેખ અને તાલમેલનું છે. આઈટીએલએની
નીતિ અનુસાર પરિવહનમાં આયોજન, આકલન, સંશોધન
વગેરે એક સાથે અમલી બનાવવામાં આવશે. તે ભારતમાં એકીકૃત પરિવહન અને લોજિસ્ટિક યોજના
માટે એક ટોચની રાષ્ટ્રીય સંસ્થા તરીકે કામ કરશે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ઈક્વિટી રોકાણ માટે રૂા. 10000 કરોડનું ફંડ ઊભું કરવામાં આવ્યું
છે. આ ફંડમાંથી ઉચ્ચ ક્ષમતાવાળા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લાંબા ગાળાની ઈક્વિટી મૂડી
આપવામાં આવશે. - આઈટીએલએ શું કરશે? : આઈટીએલએ લાંબા
ગાળાની પરિવહન યોજના પણ તૈયાર કરશે, જેમાં સડક, રેલવે, બંદરો,
હવાઈ ક્ષેત્ર, જળમાર્ગ, શિપિંગ,
શહેરી ગતિશીલતા વગેરેને સામેલ કરાશે. તે રૂા. પ00 કરોડથી વધુની પરિવહન અને માળખાકીય
પરિયોજનાઓ પર દેખરેખ રાખશે. તેની સમસ્યાઓનો ઉકેલ લાવશે. તે જીએસટીએન, ઈ-વે બિલ, ફાસ્ટેગ,
વાહન, જીપીએસ અને શહેરી પરિવહનના ડેટાને એકીકૃત
કરશે.