નવી દિલ્હી, તા. 5 : ન્યૂઝીલેન્ડના
અનુભવી ઓલરાઉન્ડર માઇકલ બ્રેસવેલે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમવા માટે 2026-27 સિઝનનો નેશનલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
જતો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેણે
ટીમ સાથેનો સંબંધ સંપૂર્ણપણે તોડ્યો નથી. તેઓ કેઝ્યુઅલ પ્લેઇંગ કોન્ટ્રાક્ટ હેઠળ ટીમ
માટે રમશે અને ભારત સામેની આગામી શ્રેણીમાં પણ મેદાનમાં ઊતરશે. બ્રેસવેલના સ્થાને સ્થાનિક
ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા 33 વર્ષીય ડાબોડી બેટર નિક કેલીને કારકિર્દીમાં પ્રથમ વખત સેન્ટ્રલ
કોન્ટ્રાક્ટ સોંપાયો છે. જેને મુખ્ય કોચ રોબ વોલ્ટરે તેમની પરિપક્વતા અને સખત મહેનતનું
યોગ્ય ફળ ગણાવ્યું હતું. માર્ક ચેપમેન, ફિન એલન અને લોકી ફર્ગ્યુસન બાદ બ્રેસવેલનું આ પગલું દર્શાવે છે કે કીવી ખેલાડીઓ
હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે વિદેશી લીગને પણ પ્રાથમિકતા આપી રહ્યા છે.