નવી દિલ્હી, તા. 23 : એશિયન ગેમ્સના
પાંચમા દિવસે ભારતના ખાતામાં પાંચ મેડલ આવ્યા હતા. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં સિલ્વર
જીત્યો હતો, જ્યારે શૂટિંગમાં સ્કીટ
ટીમે બે બ્રોન્ઝ નામે કર્યા હતા. જય મીણાએ સોફ્ટ ટેનિસ અને બેડમિંટનમાં પુરૂષ ટીમે
બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. આ સાથે જ વુશુની મહિલા 60 કિલો ઈવેન્ટમાં રોશિબિના દેવીએ
જગ્યા બનાવીને એક સિલ્વર મેડલ તો નિશ્ચિત કરી લીધો છે. મહિલા હોકી ટીમે થાઈલેન્ડને
20-1થી હરાવ્યું હતું. જ્યારે મહિલાઓની
10 મીટર એર પિસ્ટલમાં મનુ ભાકર
ખાલી હાથ રહી હતી.