• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

નવા ફાયરના સાધનો આવતા કોર્પોરેશનની ક્ષમતા વધી

ગાંધીધામ, તા. 23  ગાંધીધામ મહાનગરપાલિકામાં આગ બુજાવવા માટેના વધુ બે સાધનો આવતા ફાયર વિભાગની ક્ષમતામાં વધારો થયો છે. આગામી લગભગ બે મહિના દરમિયાન આપાતકાળમાં બચાવ કામગીરી માટે વાહન અને ફ્રોમ ટેન્ડર સહિતના સાધનો આવશે અત્યાર સુધીમાં લગભગ છથી વધુ સાધનો આવ્યા છે પરંતુ તેને રાખવા માટેનું ફાયર સ્ટેશન હજુ સુધી તૈયાર થયું નથી. કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે અને એન્જિનિયરોની દેખરેખનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે. મહાનગરપાલિકા ના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અનેક મોટા ઉદ્યોગો છે તથા ફેક્ટરીઓ છે અને નાના નાના એકમો છે. આ ઉપરાંત લગભગ દોઢ લાખની આસપાસના રહેણાંક મકાનો તથા ઇમારતો છે અવારનવાર આગના બનાવો બને છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અત્યાર સુધીમાં એક મીની ફાયર ટેન્ડરથી આગ બુજાવવાની કામગીરી કરી રહ્યું હતું પરંતુ તાજેતરમાં બે નવા વોટર બ્રાઉઝર આવ્યા છે તેની સાથે એક મિની ફાયર ટેન્ડર તથા કોનવે વ્હીકલ ઉપરાંત એક ડી વોટરીંગ પંપ, રેસ્ક્યુ બોટ અને એક બોલેરો સહિતના સાધનો ફાયર વિભાગને મળ્યા છે. તેના કારણે વિભાગની ક્ષમતામાં વધારો થયો છે. આગના બનાવની જાણ થતાની સાથે જ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે છે અને આગ બૂઝાવવાની કામગીરી કરે છે. નવા સાધનો આવતા વિભાગ સક્ષમ થયો છે અને નાના-મોટા આગના બનાવો ઉપર તુરંત પ્રતિક્રિયા આપી શકે તેવી સ્થિતિમાં છે. યુદ્ધના કારણે ફાયરના સાધનો અટવાયા હતા હજુ પણ ઇમર્જન્સીમાં પ્રતિક્રિયા આપી શકે તેવું એક વાહન અને ફોર્મ ટેન્ડર આવવાનું બાકી છે. આ સાધનોમાં અંદરની સામગ્રી વિદેશથી આવે છે અને યુદ્ધના કારણે સમયસર સામગ્રી મળી નથી તેના કારણે સાધનો હજુ સુધી પહોંચ્યા નથી આગામી બે મહિનામાં દિવાળી પહેલા આ નવા સાધનો મહાનગરપાલિકાને મળી જાય તેવી સંભાવના છે. - ઇ.આર.સી. શોભાના ગાંઠીયા સમાન : ગાંધીધામમાં કાર્યરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં 25 કરોડથી વધુની કિંમતના મહત્વના સાધનો છે ગમે તેવી આપાતકાલ ની પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપી શકે તેમ છે પરંતુ આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં નિયમિત સ્ટાફની ભરતી થતી નથી જેના કારણે વાહનો ચલાવવા માટેનું માનવ બળ નથી એટલે આગ કે કોઈ અન્ય બનાવો બને ત્યારે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તુરંત રિસ્પોન્સ કરતું નથી જે પણ બદલાવ કરવા પડે તે કરવા જોઈએ અને આ સેન્ટરને તુરંત પ્રતિક્રિયા આપવા માટે સક્ષમ બનાવવું અત્યંત જરૂરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd