મોટી વિરાણી (તા નખત્રાણા),
તા. 23 : ભુજથી 80 કિલોમીટર દૂર આવેલા સરાડા જૂથ
ગ્રામ પંચાયત હેઠળ આવતા સરાડા નાના-મોટા, રલુવાંઢ, સાંવલપુરવાંઢ,
નાના સરાડાવાંઢ - આ ચાર વાંઢ મળીને 1000 ઘર અને 5000ની વસ્તી વચ્ચે માત્ર એક જ
જીઓ ટાવરનું સિગ્નલ વગરનું છે. સરાડામાં જીઓનો ટાવર તો બે વર્ષ પહેલા ઊભો કરાયો હતો.
ગામ આખું ખુશ થયું. છોકરાઓએ તો ઓનલાઇન ભણવાના સપના પણ જોઈ લીધા હતા અને વડીલોએ વિચાર્યું
હવે દવાખાને ફોન લાગશે. પણ ટાવર ઉભો છે, લાઈટ ઝબૂકે છે, પણ એમાં નેટવર્કના ઠેકાણા નથી. દિવસમાં
ચાર-ચાર કલાક ટાવર બંધ જ રહે છે. ક્યારેક લાઈટ નથી હોતી તો ક્યારેક નેટવર્ક નથી મળતું.
આ ટાવર ઉપર લાઈટ જતાં જનરેટર પણ રાખેલ છે પણ જનરેટર કેટલાય દિવસથી બંધ હાલતમાં છે.
જીઓ ટાવર પર દેખરેખ રાખવા માટે એક માણસની સ્થાનિકનો હોવો જોઈએ સરપંચ આમુડાભાઇ જતના
કહેવા મુજબ ગામમાં દૂધ મંડળીનો હિસાબ ઓનલાઇન રાખવો પડે છે પણ ટાવરના નેટવર્ક ના કારણે
નસીબ નથી થતું. 5000 વસ્તીના લોકો
માટે આ માત્ર એક જ ટાવર જે પણ નેટવર્કના અભાવે ફોન પણ થઈ શકતા નથી ગામના લોકો મોંઘા
રિચાર્જ ભરાવે છે પણ ટાવરનું નેટવર્ક નથી. છાત્રોને ઓનલાઇન ભણવું છે પણ નેટવર્ક નથી.
ગામના લોકો ઊંચા ટેકરા ઉપર જઈને આ ડિજિટલ જમાનામાં પોતાનું નેટવર્ક પકડે છે ત્યારે
ગામના લોકોની એક જ માંગણી છે કે એક જ ટાવરની રેન્જ વધારો એમ ગામના જાગૃત નાગરિક ફકીર
મહંમદ પુનરા જતએ જણાવ્યું હતું.