• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

છેર-મુધવાય પાસેના સિમેન્ટ એકમ સામે સ્થાનિકોમાં આક્રોશ

દયાપર (તા. લખપત), તા. 23 : તાલુકાના મોટી છેર અને મુધવાય વચ્ચે આવેલ શ્રી સિમેન્ટ કંપની દ્વારા લોક સુનાવણી વચ્ચે અપાયેલ ખાત્રીઓ પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે. ન્યાય ન મળે તો લડતના મંડાણ કરવા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું હતું. લોક સુનાવણી વખતે ગામનો રસ્તો છ મહિના ઉપયોગ કરાશે ત્યારબાદ કંપની દ્વારા અલગ રસ્તો બનાવી લેવાશે તેવી ખાત્રી અપાઈ હતી. એક વર્ષથી વધુ સમય થયો આ રસ્તો હજુ બનાવાયો નથી. જેમની ઉદ્યોગમાં જમીનો આવે છે તેવા ખેડૂતો તેમજ સ્થાનિક યુવાનોને કૌશલ્ય પ્રમાણે રોજગારી આપવાની હતી પરંતુ આ ઉદ્યોગ દ્વારા મોટા ભાગે પરપ્રાંતીય કર્મચારીઓની નિયુક્તિ કરાઈ છે. સ્થાનિક બેરોજગારીને કોઈ રોજગારી મળી નથી. દુષ્કાળ જેવી સ્થિતિ છે. મોટી સંખ્યામાં ગૌધન છે તેને ઘાસચારો આપવા જેવી પણ માનવતા કંપનીએ બતાવી નથી. સી.એસ.આર. હેઠળ સેવાકીય પ્રવૃત્તિ કરવી જરૂરી છે. આ બાબતે રજૂઆત કર્યા છતાં સ્થાનિક પશુ સેવાની પ્રવૃત્તિ પણ કરાતી નથી. અસરગ્રસ્ત ખેડૂતોની જમીન માપણી, જૂના રેકર્ડ મુજબ રસ્તાઓ અંતર્ગત જેને સમય ખાતરી અપાઈ હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી વર્ષ 2016ની પ્રમોલેગેશન સંબંધિત રેકર્ડની તપાસણી થાય સ્થાનિક લોકો સાથે ઉદ્યોગના અધિકારીઓને બેઠક યોજી આ પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ અન્યથા જો કોઈ ન્યાય નહીં મળે તો ત્રણ દિવસ પછી ધરણા સાથે અહિંસક શાંતિ પૂર્વક લડતનું મંડાણ કરાશે તેવી ચીમકી આવેદનપત્રમાં અપાઈ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd