• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

વોંધ : મેળામાં આવતા એક્ટિવા ચાલકનું ટ્રેઈલર હડફેટે મોત

ગાંધીધામ, તા. 23 : ભચાઉના વોંધ ખાતે રામાપીરના મેળામાં આવતા હિતેશ મોહન રાઠોડ (ઉ.વ.19)ને ટ્રેઈલરે હડફેટમાં લેતાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. સામખિયાળી ખાતે અઢી મહિના પહેલાં અજંતા કંપનીમાં કામ અર્થે આવેલો મૂળ વાવ થરાદ, રતનપુરાનો હિતેશ સામખિયાળી ખાતે રહેતો હતો. ગત તા. 22/9ના સવારે તે  તથા જિગર ઉર્ફે મહિપાલ રામજી સોલંકી એક્ટિવા નંબર જીજે-27- એસ -0736 લઈને વોંધ ખાતે રામાપણીરના મેળામાં જવા નીકળ્યા હતા. રસ્તામાં ચા-પાણી કરવા ઊભા રહેતાં અન્ય મિત્ર રાહુલ મળ્યો હતો તેની બાઈકમાં જિગર બેઠો હતો અને હિતેશ એકલો એક્ટિવા ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે મિની પંજાબની બાજુમાં સેમોજકૃપા હોટેલની સામે પહોંચતાં પાછળથી આવતાં ટ્રેઈલર નં. જીજે- 12 -બીડબલ્યુ- 1161એ એક્ટિવાને અડફેટમાં લેતાં યુવાન નીચે પટકાયો હતો. બાદમાં ટ્રેઈલરના તોતિંગ પૈડાં તેની પરથી ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે વેરશી ચમનાજી રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd