નવી દિલ્હી, તા. 2પ : હોકી
વિશ્વ કપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમનું અભિયાન બીજા રાઉન્ડમાં જ સમાપ્ત થવા પર
દેશના પૂર્વ ખેલાડીઓ ભડક્યા છે. આ હારથી ભારતનું 197પ બાદ વિશ્વ કપમાં મેડલ જીતવાનો ઇંતઝાર ફરી વધ્યો છે. ભારતીય
હોકી ટીમના પૂર્વ દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશે ભારતીય પુરુષ હોકી ટીમની તૈયારી પર
સવાલ ઉભા કર્યા છે. તેણે કહ્યું છે કે વર્લ્ડ કપ કોઈ રિહર્સલ ન હતું. ટીમ વિશ્વ કપ
માટે તૈયાર જ ન હતી. તેવું તેમના દેખાવ પરથી સ્પષ્ટ થાય છે. દુનિયાની સક્ષમ ટીમો વિરુદ્ધ
કોઈ પ્રકારની રણનીતિ ન હતી. વિશ્વ કપ જેવા મોટા મંચ પર તમે હળવાશથી રમી શકો નહીં. મહિલા
ટીમના હેડ કોચ વિશ્વ કપની ઠીક પહેલા છૂટ્ટી પર કેમ હતો તેવો સવાલ પણ શ્રીજેશે કર્યો
છે. શ્રીજેશે હોકી ઇન્ડિયાને ટીમની કાયાકલ્પ કરવાની માંગ કરી છે.