• ગુરુવાર, 09 જુલાઈ, 2026

રગ્બી નેશનલ ચેમ્પિયનશિપમાં કચ્છની ખેલાડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

ગાંધીનગર, તા. 8 (પ્રતિનિધિ) : કચ્છની પ્રતિભાશાળી રગ્બી ખેલાડી નમ્રતા ભુડિયાએ હૈદરાબાદ (તેલંગાણા)ના ગાચીબૌલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી સેવન્સ રગ્બી નેશનલ ચેમ્પિયનશિપ-2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે.ગુજરાત અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમનું પ્રતિનિધિત્વ કરતી નમ્રતાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. માત્ર છ મેચમાં 14 ટ્રાય કરીને તેણે કુલ 70 પોઈન્ટ નોંધાવ્યા હતા અને સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની હતી. નમ્રતાની સિદ્ધિ તેના પરિશ્રમ, સમર્પણ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ પ્રતાબિંબ છે. રગ્બી એસોસીએશન ઓફ ગુજરાત, કાચિંગ સ્ટાફ, સાથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ નમ્રતાને અભિનંદન પાઠવ્યાં છે. 

Panchang

dd