• બુધવાર, 08 જુલાઈ, 2026

ટી-20 : ભારતને 202 રનનું લક્ષ્ય

નોટિંઘમ, તા. 7 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 શ્રેણીની મંગળવારે રમાયેલી ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા અને ભારતને 202 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈંગ્લેન્ડ વતી ફિલ સોલ્ટે 44 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 70 રન ઝૂડયા હતા, જ્યારે સેમ કરન (અણનમ)એ 24 દડામાં 41, તો જોસ બટલરે 21 દડામાં 36 રન બનાવ્યા હતા. ભારતના હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવને 2-2 વિકેટ સાંપડી હતી, જ્યારે અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી. ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલાં બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રિન્સ યાદવ ટીમમાં જોડાયો છે અને વૈભવ સૂર્યવંશી પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. ભારત માટે ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યાંકને આંબીને આ મેચ જીતવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડે મેચ પહેલાં જ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી હતી. પાંચ મેચની શ્રેણીમાંથી બે મેચ રમાઈ ચૂકી છે. વરસાદને કારણે પ્રથમ મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. બીજી મેચમાં ભારતને 4 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ત્રીજી મેચમાં ભારત વાપસી કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું. 

Panchang

dd