• બુધવાર, 08 જુલાઈ, 2026

વિમ્બલ્ડન : સિનર અને ગોફ સેમિ ફાઇનલમાં

લંડન, તા. 7 : ઇટાલીના નંબર વન યાનિક સિનર અને અમેરિકાની નંબર 7 ખેલાડી કોકો ગોફ પુરુષ અને મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. કવાર્ટર ફાઇનલમાં સિનરનો જર્મન ખેલાડી જેએલ સ્ટફર સામે 7-, 7-6 અને 6-3થી વિજય થયો છે, જ્યારે મહિલા કવાર્ટર ફાઇનલમાં કોકો ગોફે હમવતન ખેલાડી અને ચોથા ક્રમની જેસિકા પેગુલા સામે 4-6, 6-3 અને 6-3થી જીત મેળવી વિમ્બલ્ડનમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મહિલા સિંગલ્સમાં નાઓમી ઓસાકાનો કેરોલિના મકોવા સામે સામે હાર થઈ હતી. આ પહેલા ઇટાલીની 13મા ક્રમની ખેલાડી જેસ્મિન પાઉલોનીએ ફિલીપિંસની યુવા ખેલાડી એલા એકઝાંડ્રા સામે રસાકસી પછી 6-4, 4-6 અને 6-3થી જીત મેળવી મહિલા સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. કવાર્ટર ફાઇનલમાં પાઉલોનીની ટક્કર યૂક્રેનની ખેલાડી માર્ટા કોસ્ત્યુક સામે થશે. તેનો એશનિલ ક્રુગર સામે 6-4 અને 6-4થી વિજય થયો હતો. જયારે મેન્સ સિંગલ્સમાં પાંચમા ક્રમનો ઓસ્ટ્રેલિયાનો એલેકસ ડી મિનોર ઇટાલીના નવમા ક્રમના ખેલાડી ફલેવિયો કોબોલી વિરુદ્ધ પ-7, 6-7 અને 3-6થી હારીને બહાર થયો હતો. કોબોલીએ કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

Panchang

dd