એટલાન્ટા, તા. 8 : ફિફા વર્લ્ડ કપની પ્રિ-ક્વાર્ટર
ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના વિરુદ્ધની 2-3ની દિલ તોડનારી હાર બાદ ઈજીપ્ત
ટીમના હેડ કોચ હોસામ હસને મેચ રેફરીના નિર્ણયનો આકરી ટીકા કરી હતી અને ફીફા સમક્ષ રેફરી
ફ્રેંકોઇસ લેટેક્સિયરને તાત્કાલિક વર્લ્ડ કપમાંથી દૂર કરવાની માગ કરી હતી. જ્યારે ઈજીપ્તના
ખેલાડી મોસ્તફા જિકોએ સનસનીખેજ આક્ષેપ કરતા કહ્યું કે ફીફા વર્લ્ડ કપ ફિકસ છે. અમારી
સાથે ભારોભાર અન્યાય થયો છે. રેફરી આર્જેન્ટિનાના પક્ષમાં ખુલ્લેઆમ નિર્ણય લેતા હતા.
આ મેચમાં પ8મી મિનિટે જિકોએ અદ્ભુત ગોલ કર્યો હતો.
આથી ઈજીપ્ત 2-0થી આગળ થયું હતું, પરંતુ રેફરીએ વીડિયો રિવ્યૂ બાદ ગોલ અમાન્ય
જાહેર કર્યો હતો. રેફરીનો આ નિર્ણય વિવાદાસ્પદ બની રહ્યો હતો. જો કે 10 બાદ જિકોએ ગોલ કરી ઈજીપ્તને
2-0થી આગળ કરી દીધું હતું. જો
જિકોનો પહેલો ગોલ રદ થયો ન હોત તો ઈજીપ્તની સરસાઇ 3-0 હોત. અંતમાં રેફરીએ ડી એરિયામાં આર્જેન્ટિનાના ખેલાડીઓને ફાઉલ
આપ્યા ન હતા. તેવો આક્ષેપ પણ ઈજીપ્તના કોચ હસને કર્યાં હતા. તેમણે કહ્યું ફક્ત મોટી
ટીમોને બચાવવામાં આવી રહી છે. હવે હું વિશ્વ કપના મેચો જોવાનો પણ નથી જ્યારે ખેલાડી
જિકોએ કહ્યું અમારી સાથે અન્યાય થયો. ટૂર્નામેન્ટ ફિક્સ છે.