• ગુરુવાર, 09 જુલાઈ, 2026

કપુરાશીનાં વિકાસકામનાં બાંધકામની ગુણવત્તા ન જળવાતી હોવાની રાવ

દયાપર (તા. લખપત), તા. 8 : તાલુકાનાં કપુરાશી ગામમાં વિવિધ વિકાસનાં કામો થઇ રહ્યાં છે, પણ કામો નબળી કક્ષાના હોવાની લોકફરિયાદ ઊઠી છે. ગ્રા.પં.ના જ સદસ્ય સંતોકબેન ગઢવીએ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય વિભાગોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કામમાં વપરાતા મટીરિયલ્સ જી.એસ.ટી. વગરના અને હલકી ગુણવત્તાવાળા હોય છે. ગમે તેનાં નામે બિલ બનાવી ચૂકવણું કરાયું છે. દહાડિયા પત્રકોમાં પણ બોગસ નામો છે. કામના ભાવપત્રકો (કોટેશન) લેવાતા નથી. પંચાયતમાં વિકાસનાં કામોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભેદભાવ રખાય છે, તેવા આક્ષેપો સંતોકબેને કરી વિવિધ કામોમાં થયેલ ખર્ચના વાઉચર, બિલ, એમ.બી. રેકર્ડ બતાવવામાં આવે અને ગેરરીતિની તપાસ કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરી હતી. 

Panchang

dd