પ્રકાશ જહા દ્વારા : રાજ્યમાં આ વર્ષે ચોમાસાની પેટન માં બદલાવ જોવા મળે છે. ખાંડીયા
વૃષ્ટિ આ વખતે વધુ જોવા મળે છે એટલું જ નહીં છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો આઠમી જુલાઈએ
રાજ્યમાં 20 ટકાથી વધુ વરસાદ સાત વર્ષ નોંધાયો
છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલના સૂત્રોનું માનીએ તો 2015માં 26.25 ટકા, 2017માં 26 25 ટકા, 2019માં 23.41 ટકા, 2020માં 27.62 ટકા, 2022માં 24.49 ટકા, 2024માં 23.12 ટકા અને 2026માં 24.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં
2023 અને 2025 એ બે વર્ષે એવા હતા કે જેમાં
આઠમી જુલાઈ સુધીમાં 35 ટકા કરતાં
વધુ વરસાદ નોંધાયો હતો. 2023માં 38.28 ટકા અને 2025 માં 46.89 ટકા વરસાદ નોંધાયો હતો. ગત
વર્ષની તુલનામાં 22 ટકા જેટલી
વરસાદની ઘટ આજની તુલનામાં જોવા મળી રહી છે. રાજ્યમાં 2016માં સીઝનનો 8 જુલાઈ સુધીમાં 12.42 ટકા, 2018માં 16.68 ટકા અને 2021માં 14.64 ટકા વરસાદ નોંધાયો હતો. પાટનગરમાં
હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે 2016 અને 2018ની પેટર્ન પર રાજ્યમાં ચોમાસું
આગળ વધી રહ્યું હોય એવું આજે લાગે છે. રાજ્યમાં 2016માં 12.42 ટકા વરસાદ
નોંધાયો હતો. પરંતુ ચાર તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. જ્યારે 2018માં 16.68 ટકા વરસાદ આઠમી જુલાઈ સુધીમાં
નોંધાયો હતો અને છ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. 2026માં રાજ્યમાં 24.44 ટકા વરસાદ નોંધાયો છે અને રાજ્યના સાત તાલુકામાં હજુ વરસાદ નોંધાયો
નથી. રાજ્યના સાત તાલુકામાં વરસાદ નોંધાયો નથી જેમાં કચ્છના પાંચ તાલુકા અબડાસા, લખપત, માંડવી,
મુંદરા, નખત્રાણા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના
દ્વારકા અને કલ્યાણપુરા તાલુકા નો સમાવેશ થાય છે. રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ
તાલુકો કેવો છે જ્યાં સિઝનનો સો ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે જે એક
સીમા ચિન્હરૂપ ઘટના છે.