• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકો આરપારના મૂડમાં

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ખેડૂતોના લાંબા આંદોલન બાદ હવે ગુજરાત સરકાર સામે શિક્ષકોએ પણ પોતાની પડતર માંગણીઓ અને અધિકારો માટે મોરચો ખોલી દીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે ટિચર્સ એલિજાબિલિટી ટેસ્ટ (ટેટ) પાસ કરવા અંગે લેવાયેલા એક મહત્વના નિર્ણય બાદ રાજ્યભરમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા અનુભવી શિક્ષકો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અગાઉ રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ધરણા કરવા છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા હવે શિક્ષકોએ પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 11 જુલાઈએ ગાંધીનગરના સેક્ટર 6 માં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એક વિશાળ રાજ્યસ્તરીય ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત આહ્વાન પર યોજાનારા આ આંદોલનમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાંથી 30,000 થી વધુ શિક્ષકો ઉમટી પડશે અને સરકાર સામે શક્તિ પ્રદર્શન કરશે. આંદોલન કરી રહેલા શિક્ષકો અને શૈક્ષિક સંઘોનો મુખ્ય દાવો છે કે જે તે સમયે એટલે કે વર્ષ 2010 પહેલા જ્યારે તેઓ સેવામાં જોડાયા ત્યારે તત્કાલીન સરકારી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ જ તેમની કાયદેસર ભરતી કરવામાં આવી હતી. દાયકાઓથી શિક્ષણ આપતા આ અનુભવી શિક્ષકોનું કહેવું છે કે કારકિર્દીના આ તબક્કે તેમની પાસે ફરીથી લાયકાત પરીક્ષાની માંગ કરવી તે અન્યાયી છે, તેથી તેમને આ નિયમમાંથી કાયમી મુક્તિ મળવી જોઈએ.લાંબા સમયના સ્થાનિક વિરોધ પ્રદર્શનો છતાં પણ સરકારે 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે મધ્યસ્થી ન કરતા શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે. હવે 11 જુલાઈએ ગાંધીનગર મુકામે થનારા આ મહાધરણા પ્રદર્શનને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. શિક્ષક સંઘોએ ચીમકી આપી છે કે જો સરકાર તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારશે નહીં, તો આગામી દિવસોમાં આ શૈક્ષણિક અસંતોષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. - શું છે સમગ્ર ફરજિયાત ટેટ પરીક્ષાનો વિવાદ? : સુપ્રીમ કોર્ટે શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધારવા માટે એક મોટો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શૈક્ષણિક સેવા સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા ભવિષ્યમાં પ્રમોશન (બઢતી) મેળવવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી હવેથી કાયદાકીય રીતે ફરજિયાત રહેશે. આ આદેશ હેઠળ એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે જે શિક્ષકોની નોકરીના હવે 5 વર્ષથી વધુ સમયનો ગાળો બાકી છે, તેમણે કોઈપણ સંજોગોમાં આ પરીક્ષા પાસ કરવી જ પડશે.  

Panchang

dd