• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વાહન પાર્ક મુદ્દે કુંદરોડીના વડીલની હત્યા

ભુજ, તા. 8 : મુંદરા તાલુકાના કુંદરોડી ગામે વાહન પાર્ક કરવાનો ઠપકો આપવાના સામાન્ય મુદ્દે 73 વર્ષીય વડીલ અબ્દુલ્લા હુશેન પઠાણને માથાંમાં લોખંડનો સળિયો ફટકારી હત્યા નીપજાવી દેતાં પંથકમાં ચકચાર મચી છે. હત્યા નીપજાવનારા આ ગુનાના પડોશી એવા બે આરોપી નાસી છૂટતાં પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાના બનાવ મુદ્દે પ્રાગપર પોલીસ મથકે અકબરખાન અબ્દુલા પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજિતસિંહ સોઢા (રહે. બંને કુંદરોડી) પડોશી છે. ફરિયાદીના પિતા અબ્દુલ્લાએ પડોશીઓના ઘર પાસે વાહન પાર્ક કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો. આ ઠપકાના મનદુ:ખમાં ગઇકાલે સાંજે અબ્દુલ્લાભાઇ તેનો શાકભાજીનો છકડો લઇને પત્રી-કુંદરોડી માર્ગે જઇ રહ્યા હતા ત્યારે બંને આરોપી ઇમ્તિયાઝ અને હરદીપસિંહે ઝઘડો કરી અબ્દુલ્લાભાઇના માથાંમાં લોખંડનો સળિયો ફટકારતાં ગંભીર ઇજાનાં પગલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાગપર પોલીસે હત્યાની કલમ તળે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પી.આઇ. ડી. એમ. ઝાલએ તપાસ હાથ ધરી છે. શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે, નાસી છૂટેલા હત્યાના આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

Panchang

dd