ગાંધીધામ, તા. 8 : મેંબઈમાં ભારે વરસાદની પરિસ્થાતિં દરમ્યાન સોમવારથી કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને
અસર પહોંચી હતી ત્યારે મંગળવારથી
સુરતમાં ભારે વરસાદ બાદ સતત ત્રીજા દિવસે રેલવે વ્યવહાર બાધીત બન્યો છે. ગઈકાલે
મુંબઈથી નીકળેલી બે ટ્રેનો કલાકોના વિલંબ બાદ
આજે મોડી રાત્રીના કચ્છ પહોંચશે જયારે કચ્છ અને મુંબઈથી દૈનિક એક એક ટ્રેનો રદ કરવામાં
આવી છે. આ પરિસ્થિતિના કારણે પ્રવાસીઓ ભારે મુશકેલીમાં મુકાયા હતાં. રેલવેના સત્તાવાર
સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મંગળવારે સુરતમાં ભારે વરસાદના કારણે ગઈકાલે બપોરથી રેલવે સેવાને અસર પડી હતી. ગઈકાલે બપોરે બાન્દ્રાથી ભુજ આવવા
નીકળેલી બે ટ્રેનો બાન્દ્રા ભુજ સાપ્તાહીક (12965) અને દાદર ભુજ સંયાજી નગરી એકસપ્રેસ (20907) રાબેતા મુજબ રવાના થઈ હતી.
તેમજ બાન્દ્રા ભુજ કચ્છ એકસપ્રેસ પણ
ભુજ આવવા રવાના થઈ હતી. આ ત્રણેય ટ્રેનો ગુજરાતમાં આવી ને અટકી ગઈ હતી. કચ્છ એકસપ્રેસ
ને તો મહારાષ્ટ્રમાં જ અટકાવી દેવાઈ હતી. જયારે
સાપ્તાહીક ભુજ બાન્દ્રા અને દાદર ભુજ સંયાજી નગરી એકસપ્રેસ કાલાકો સુધી રોકાયેલી પડી હતી. બન્ને ટ્રેનો કલાકો
સુધી એક જ સ્ટેશને પડી રહેતા પ્રવાસીઓની હાલાકી ભારે કફોડી બની હતી. ભારે વરસાદની સ્થાતિંના કારણે આગળ પણ અનેક ટ્રેનો અટવાઈ હતી.. દરમ્યાન ગઈકાલે કચ્છ એઁકસપ્રેસને આગળ વધારાઈ ન હતી. જયારે સંયાજી નગરી
દાદર ભુજ અને બાન્દ્રા ભુજ સાપ્તાહીક 17 કલાક કરતા વધુ સમયના
વિલબંથી મોડી રાત્રીના ભુજ પહોંચી હતી. દરમ્યાન સુરતમાં પાણી ભરાવાની સ્થિતિના પગલે મંગળવારે ભુજથી નીકળેલી કચ્છ એકસપ્રેસ ચાર કલાક કરતા વધુ સમય મોડી બપોરે 3.53 કલાકે બાન્દ્રા પહોંચી હતી.
જયારે ભુજથી નીકળેલી સંયાજી નગરીને ગત રાત્રીના ગાંધીધામ થી જ ગાંધીધામ દાદર વચ્ચે
આંશીક રદ કરાતા સેંકડો પ્રવાસીઓ મુંબઈ , અમદાવાદ કે અન્ય શહેરો સુધી પહોંચી શકયા ન
હતા. આજે પેરીંગ
રેકના અભાવે મુંબઈથી સંયાજી નગરી એકસપ્રેસ અને ભુજથી ભુજ બાન્દ્રા કચ્છ એકસપ્રેસને
સંપુર્ણ રદ કરવામાં આવી હતી જયારે ભુજથી આજે સંયાજી નગરી અને મુંબઈથી કચ્છ એકસપ્રેસને
રવાના કરવામાં આવી હતી.