ન્યૂયોર્ક, તા. 8 : ફૂટબોલ વર્લ્ડકપ-2026ની કવાર્ટર ફાઇનલની 8 ટીમ ફિક્સ થઇ ચૂકી છે. ગઇકાલે રાઉન્ડ-16ના આખરી બે મેચમાં ઇજીપ્ત સામે ચેમ્પિયન
ટીમ આર્જેન્ટિનાનો 3-2 ગોલથી દિલધડક
વિજય થયો હતો. જ્યારે સ્વિત્ઝરલેન્ડ ટીમે 72 વર્ષ બાદ ફીફા વર્લ્ડ કપના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
તેણે રસાકસી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયા વિરુદ્ધ 4-3 ગોલથી યાદગાર વિજય હાંસલ કર્યો
હતો. આર્જેન્ટિના અને ઈજીપ્ત વચ્ચેની મેચ વિશ્વ કપ ઇતિહાસનો સૌથી રોમાંચક અને વિવાદાસ્પદ
પૈકીનો એક બની રહી હતી. મેચની 79મી મિનિટ
સુધી 0-2થી પાછળ રહ્યા બાદ આર્જેન્ટિનાએ
પછીની 13 મિનિટમાં ત્રણ ગોલ કરી ઇજીપ્ત
પાસેથી વિજય છીનવી કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મેસ્સીએ એક ગોલ કર્યો હતો અને
ટૂર્નામેન્ટમાં 8 ગોલ સાથે
ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે કોલંબિયા-સ્વિત્ઝરલેન્ડ વચ્ચેની મેચ નિર્ધારિત અને વધારાના
સમયમાં 0-0ની બરાબરી પર રહી હતી. બાદમાં
પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિસ ટીમે 4-3 ગોલથી બાજી
મારી હતી. આ સાથે સ્વિસ ટીમ 19પ4 બાદ પહેલીવાર કવાર્ટર ફાઇનલમાં પ્રવેશી
છે.