ભુજ, તા. 27 : કચ્છની પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી
સાત્વી મર્દાનિયા અફલાતૂન પ્રદર્શન કરીને વડોદરામાં એશિયન જુનિયર ટુર્નામેન્ટમાં ચેમ્પિયન
બની છે. એશિયન જુનિયર સ્તરે વિજયી બનનારી તે કચ્છની પ્રથમ કન્યા બની છે. માંડવીની અને
ભુજમાં માસ્ટર્સ ટેનિસ એકેડેમીમાં કોચીંગ મેળવતી સાત્વી પરાગ મર્દાનિયાએ ફાઈનલમાં 6-2,6-1થી શાનદાર જીત મેળવી હતી અને
સમગ્ર સ્પર્ધામાં તેણે એક પણ મેચ ત્રીજા સેટ સુધી પહોંચવા દીધી નહોતી અને તમામ મેચમાં
6-2,6-1થી એકતરફી વિજય મેળવ્યા હતા. અંડર 14 કેટેગરીમાં તે ઓલ ઈન્ડિયા 26મો રેન્ક ધરાવે છે અને આ જીત સાથે તેનું રેન્કિંગ વધવાની શક્યતા
છે. અગાઉ તે આઈટીએફના મેઈન ડ્રોમાં પ્રવેશનારી કચ્છની પ્રથમ કન્યા બની હતી. માસ્ટર્સ
એકેડેમીમાં તે યોગેશ જોશી અને એલેક્સ ગોમ્સ પાસે કોચીંગ અને માર્ગદર્શન મેળવે છે.