મુંદરા, તા. 27 : તાલુકાના પત્રી ગામના ચકચારી
હત્યા કેસમાં આરોપીની વચગાળાની જામીન પર મુક્તિની અરજીને સાતમા અધિક સેશન્સ જજની અદાલતે
નામંજૂર કરી હતી. મળેલી વિગતો મુજબ, તાલુકાના ચકચારી આ મામલામાં પ્રાગપર પોલીસમાં ગુનો નોંધાયેલો છે. આરોપી પૈકીના
વિઠ્ઠલ વાલજી ચાડે 30 દિવસ માટે
મેડિકલ સહિતના કારણોસર જામીનની અરજી કરી હતી. જેને તપાસ, દલીલો વિ. રજૂ થયા બાદ કોર્ટે ગુનાનો પ્રકાર,
ગંભીરતા વિ. ધ્યાને લઈ નામંજૂર કરી હતી. સરકાર તરફે અધિક જિલ્લા સરકારી
વકીલ દિનેશભાઈ જે. ઠક્કર અને ફરિયાદ પક્ષના
એડવોકેટ ડી.વી. ગઢવી સાથે વાય.વી વોરા, એ.એન. મહેતા, એચ.કે. ગઢવી અને એસ.કે. ગઢવી રહ્યા હતા.