• શનિવાર, 28 માર્ચ, 2026

અબડાસા તાલુકાના વિકાસકામોનું આજે ખાતમુહૂર્ત કરાશે

નખત્રાણા, તા. 27 : રાજ્ય સંસ્કારના માર્ગ-મકાન વિભાગ હસ્તકના અબડાસા તાલુકાના વિવિધ ગામોને સાંકળતા મહત્ત્વના માર્ગોનું રૂા. 1538 લાખની રકમના ખર્ચે માર્ગ-મકાન નિર્માણ કામોનું ખાતમુહૂર્ત અબડાસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે તાલુકાના પદાધિકારીઓ, સરપંચો વિવિધ સંસ્થાઓના પ્રમુખ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાશે. માર્ગ-મકાન પંચાયત વિભાગ હસ્તકના વાગોટ-રામવાડા-બેર-હોથિયાય રોડનું ખાતમુહૂર્ત સવારે 10:30 વાગ્યે મોટી બેર ગામે  યોજાશે. વાયોરથી રૂકીર રોડ કામનું ખાતમુહૂર્ત સવારે 11:30 વાગ્યે ઉકીર ચોકડી (વાયોર) ગામે યોજાશે. કરમટાથી મોહાડી રોડ કામનું ખાતમુહૂર્ત બપોરે 12:30 વાગ્યે કરમટા ગામે યોજાશે.  સુખપર (સાયંદ) એપ્રોચ રોડ કામનું ખાતમુહૂર્ત બપોરે 1:30 વાગ્યે સુખપર (સાયંદ) ગામે યોજાશે, જ્યારે લાલા-ભુડિયા રોડ પર નદી ઉપર થનારા પૂલનાં કામનું ખાતમુહૂર્ત બપોરે 3:30 વાગ્યે બુડિયા ગામની પાપડી પાસે યોજાશે. તેવું અબડાસા તા. ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી ગોપાલભાઇ ગઢવી, વિનયભાઇ રાવલની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd