ભુજ, તા. 27 : માંડવી તાલુકાનાં ગુંદિયાળી
ગામે સર્વે નં. 801માં આવેલા
બિનઅધિકૃત વીજજોડાણ સત્વરે રદ કરવામાં નહીં આવે,
તો આત્મવિલોપનની ચીમકી અપાઇ છે. પીજીવીસીએલ અધીક્ષક-ભુજને અરજદાર ભુજના
લતાબેન નવીનચંદ્ર ગોરે આપેલી અરજીમાં જણાવ્યા અનુસાર તેમનાં ગુંદિયાળી ખાતે આવેલાં
સર્વે નં. 801વાળાં ખેતર
નામે `પુરીવારી'માં પીજીવીસીએલ કચેરી દ્વારા બિનઅધિકૃત જોડાણ
અપાયું છે, જે રદ કરવા લાંબા સમયથી રજૂઆતો કરી છે તેમજ આ બાબતે
જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી, તો માંડવી કચેરી દ્વારા તોછડાઇભર્યું વર્તન કરાતો હોવાનો આક્ષેપ કરી દિવસ-15માં આ વીજજોડાણ રદ કરવામાં નહીં આવે, તો લતાબેન, નીતિનભાઇ,
વિશાલ ગોર સહિતના માનસિક ત્રાસથી છૂટવા આત્મવિલોપન કરવાની ચીમકી આપી
છે.