• શનિવાર, 28 માર્ચ, 2026

પંચાયત પ્રમુખો માટેની અનામત બેઠકો જાહેર

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા મતદાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ મહિનાના અંત સુધી ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. દરમ્યાનમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 26મીના ગુરુવારે 34 જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના પ્રમુખોની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 8, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 7 અને બિનઅનામત-સામાન્ય વર્ગ માટે 17 બેઠકો ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિ  (SC) : પ્રમુખ પદ માટે કુલ 2 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને વાવ-થરાદ (બનાસકાંઠા)નો સમાવેશ થાય છે અને આ બંને બેઠકો જઈ મહિલાઓ માટે અનામત છે. અનુસૂચિત જનજાતિ (ST) :: કુલ 8 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ એસ.ટી. વર્ગ માટે અનામત રહેશે. આ જિલ્લાઓમાં આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. તેમાંથી દાહોદ, કચ્છ, નર્મદા અને તાપી જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો જઝ મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBCs) : કુલ 7 બેઠકો પર SEBC અનામત લાગુ કરાઈ છે. આમાં અમદાવાદ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ પૈકી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડની બેઠકો SEBC મહિલાઓ માટે ફાળવાઈ છે. બિનઅનામત (સામાન્ય) : કુલ 17 જિલ્લા પંચાયતોને સામાન્ય વર્ગમાં રાખવામાં આવી છે. આ જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ પૈકી અમરેલી, ભરૂચ, બોટાદ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, નવસારી અને પોરબંદરની બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. 

Panchang

dd