માધાપરમાં 25 કરોડના ખર્ચે દિવ્ય રામમંદિરનું કામ ચાલી રહ્યું છે. મોરારિબાપુએ
રામકથાની પોથીયાત્રા દરમ્યાન આ નિર્માણાધીન ભવ્ય રામમંદિરની ડિઝાઈન-નકશો જોઈ રાજીપો
વ્યક્ત કરી જણાવ્યું કે, મંદિર ભવ્ય
નહીં દિવ્ય બનાવજો. દિવ્ય સિંહાસન પર મૂર્તિ સ્થાપિત કરી, એ મૂર્તિને
મંદિરમાં સ્થાન આપજો. કથા દરમ્યાન 5ણ મોરારિબાપુએ દિવ્ય રામમંદિરની વાત કરી ઉમેર્યું કે, ભક્તિવાન માધાપરમાં ઘરોઘર રામનામનો મહિમા ગવાય
છે એટલે જ રામના આશીર્વાદ ગામ પર છે.